સેના પૂર્વ પ્રમુખોના નામે આવી રમત કોણ રમી ગયું ?

April 13, 2019 at 8:58 am


દેશના આઠ પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્ર્રપતિને ચીઠ્ઠી લખીને સેનાના રાજનૈતિક ઉપયોગને રોકવાનો આગ્રહ કર્યેા હોવાના ફેક ન્યૂઝની ઘટના સામે આવી છે. જેમાં કહેવાયું હતું કે પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્ર્રપતિ તમામ રાજનૈતિક દળોને કોઈપણ મિલિટ્રી એકશન અથવા ઓપરેશનનું રાજનીતિકરણ ન કરવા માટે નિર્દેશ આપે.પૂર્વ ચીફ એસ એફ રોડિ્રગ્ઝ અને અન્ય પ્રમુખોએ આવો કોઇ પત્ર લખ્યો હોવાના બધાં માધ્યમોમાં સમાચાર ચમકતાં સ્પષ્ટ્રતા કરી છે કે આ પ્રકારનો કોઇ પત્ર રાષ્ટ્ર્રપતિને લખવામાં આવ્યો નથી. રાષ્ટ્ર્રપતિ ભવને પણ આ પ્રકારનો કોઇ પત્ર મળ્યો હોવાનો ઇનકાર કરી દીધો છે. અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે, સેનાના પૂર્વ વડાના નામે આવી રમત કોણ રમી ગયું ?
જો કે પત્રમાં કોઈપણ ખાસ રાજનૈતિક દળ અથવા નેતાનું નામ લખવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઘણી જગ્યાઓ પર સેનાની કાર્યવાહીનો રાજનૈતિક ઉપયોગ થતો દેખાયો છે. સ્થિતી એ થઈ કે ખુદ ચૂંટણી આયોગને આ મામલે દખલ કરવી પડી અને સેના સાથે જોડાયેલા પોસ્ટરો તેમજ બેનરોના ઉપયોગ પર રોક લગાવવી પડી. ત્રણ દિવસ પહેલા એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ પ્રથમવાર વોટ આપનારા મતદારોથી બાલાકોટ એર સ્ટ્રાઈક અને પુલવામાના શહીદોને સમર્પિત કરવાનો આગ્રહ કર્યેા હતો. આ સીવાય ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં સુરક્ષા દળોને મોદીજીની સેના કહીને સંબોધિત કર્યા હતા.
આ પ્રકારના સમાચારને ફેક ન્યૂઝનું કલાસિક ઉદાહરણ ગણાવી શકાય કારણ કે, .રાષ્ટ્ર્રપતિને લખવામાં આવેલા ફેક ન્યૂઝ સમાન પત્રમાં રોડિ્રગ્ઝ ઉપરાંત જનરલ શંકર રોય ચૌધરી, જનરલ દીપક કપૂર, એડમિરલ લમીનારાયણ રામદાસ, એડમિરલ વિષ્ણુ ભાગવત, એડમિરલ સુરેશ મહેતા અને ચીફ માર્શલ એનસી સૂરી જેવા મિલિટ્રી વેટરનનો સમાવેશ થાય છે.ચૂંટણી સમયે રાજકીય પક્ષો એક બીજા સામે કાદવ ઉછળતા હોય છે પણ આ વખતે પહેલી વાર એવું બની રહ્યું છે કે, સેનાને નિશાન બનાવવામાં આવી રહી છે. આ પ્રકારના વિવાદથી સેનાના મોરલ ઉપર અસર પડી શકે છે.

Comments

comments