સેન્ટ ઝેવિયર્સ અને સેન્ટ ફ્રાન્સીસના સંચાલકોને પાકંગમાં વાહન રાખવા દેવા કોર્પોરેશનનો આદેશ

August 6, 2018 at 11:26 am


જામનગર શહેરની સેન્ટ ઝેવિયર્સ અને સેન્ટ ફ્રાન્સીસના રસ્તા પર અવારનવાર ટ્રાફિકજામ થઇ જાય છે, જેના કારણે શહેરીજનો અને વાલીઆેને ભારે મુશ્કેલી પડે છે, ત્યારે મહાપાલિકા દ્વારા બન્ને સ્કૂલોના સંચાલકોને તાકીદ કરવામાં આવી છે અને આ સ્કૂલમાં આવતા વિદ્યાથ}આેના વાહનો સ્કૂલના અંદરના પાકંગમાં પાર્ક કરવા દેવા સૂચના આપવામાં આવી છે અને જો ટ્રાફિકજામ થશે તો તેની જવાબદારી શાળા મેનેજમેન્ટની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી મ્યુ. કમિશ્નરે આપી છે.

એક અખબારી યાદીમાં સીટી ઇજનેર શૈલેષ જોષીએ જણાવ્યું છે કે પંડિત નહેરૂ માર્ગ પર આવેલ સેન્ટ ઝેવિયર્સ અને સેન્ટ ફ્રાન્સીસમાં બાળકોને લેવા, મૂકવા આવનાર રીક્ષા તથા વેન કે શાળાની કેમ્પસ બહાર રોડ પર વાહનો પાર્ક થવાના કારણે મુખ્ય રસ્તા પર ટ્રાફિકજામ થઇ જાય છે, આ સમસ્યા ઘણી જૂની હતી, શાળાના સંચાલકોના સહમતિથી હવે પછી સેન્ટર ફ્રાન્સીસ અને સેન્ટ ઝેવિયર્સમાં બાળકોના લેવા મુકનાર તમામ વાહનોને શાળાની અંદર પાર્ક કરાવવાના રહેશે, આ બાબતે ટ્રાફિક પોલીસે સંકલન કરવામાં આવેલ છે અને શાળાના કેમ્પસની બહાર વાહન હશે તો તેને ડીટેઇન કરવામાં આવશે, જામનગર મહાપાલિકાના હદ વિસ્તારમાં આવતી તમામ શાળાઆેને તાકીદ કરવામાં આવે છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાહનો અને બાળકોને લઇ જવા મૂકનારા વાહનચાલકોએ પોતાના વાહનો રસ્તા પર પાર્ક ન કરવા અન્યથા આકરા પગલા લેવામાં આવશે.

Comments

comments

VOTING POLL