સેન્સેક્સે પહેલી વખત કુદાવી 37,000ની સપાટીઃ નિફટી પણ 11,100ને પાર

July 26, 2018 at 12:07 pm


ગુરૂવારે ઉઘડતી બજારે પહેલી વખત સેન્સેક્સે 37,000ની સપાટી પાર કરી લીધી હતી. સેન્સેક્સ 70 પોઈન્ટ મજબૂત બનીને 36928 પોઈન્ટ પર ખુલ્યો હતો અને થોડી જ વારમાં તે 37,014ની સપાટીએ પહાેંચી ગયો હતો. જ્યારે નિફટીએ પણ તેજી બતાવતાં 11,140 પોઈન્ટથી શરૂઆત કરી હતી. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં 1242 શેરોમાં ટ્રેડિ»ગ થઈ રહ્યું છે જેમાં 836 શેરોમાં ખરીદારીનો માહોલ જોવા મળી રહ્યાે છે જ્યારે 366 શેરોમાં વેચવાલી થઈ રહી છે. આ ઉપરાંત અન્ય 40 શેરોની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

ઉલ્લેખનીય છે કે બુધવારે બજારમાં દિવસભરના કારોબાર દરમિયાન જોરદાર તેજીનો ચમકારો રહ્યાે અને સેન્સેક્સ 33 પોઈન્ટના ઉછાળા સાથે 36858 ઉપર બંધ થયો હતો.

વિવિધ ક્ષેત્રોના શેરો જેવા કે અંબુજા સિમેન્ટ, રેણુકા, જીઈ ટીએન્ડડી ઈન્ડિયા લિ. સનોફી ઈન્ડિયા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની સહિતના મજબૂત બન્યા છે. જ્યારે નિફટીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈએન, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાયનાન્સ, આઈટીસી, ટાટા મોટર્સ સહિતના શેરો પણ આગેકૂચ કરી રહ્યા છે. દરમિયાન બીએસઈમાં તૂટનારા શેરોમાં ઈન્ટેલેક્ટ ડિઝાઈન અરીના, ઈન્ફો એઝ (ઈન્ડિયા), અદાણી પાવર, ક્વોલિટી અને અલ્કેમ સહિતનો સમાવેશ થાય છે. જ્યારે એનએસઈમાં તૂટનારા શેરોમાં ઈન્ફ્રાટ્રેલ, હિન્દુસ્તાન પેટ્રાેલિયમ, બીપીસીએલ, ટાટા સ્ટીલ અને એશિયન પેઈન્ટસનો સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL