સેમસંગ ગેલેક્સી નોટ 9 કિંમત થઇ લીક

August 4, 2018 at 8:18 pm


થઇ

ઇન્ડોનેશિયામાં ગેલેક્સી નોટ 9ના પ્રી-ઓર્ડર માટેના પોસ્ટરમાં કિંમત દર્શાવવામાં આવી છે

સેમસંગે પોતાના આગામી ફ્લેગશિપ ફેબલેટ Samsung Galaxy Note 9 લોન્ચ કરવાની તૈયારી કરી દીધી છે. આગામી 9 ઓગસ્ટે ન્યૂયોર્ક ખાતે આયોજિત Unpacked નામની એક ઇવેન્ટમાં સેમસંગ ગેલેક્સી નોટ 9માં લોન્ચ થશે. જો કે, લોન્ચ પહેલા સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમત ઇન્ડોનેશિયામાં દેખાતા એક પ્રી-ઓર્ડર પોસ્ટરમાં સામે આવી છે.

લીક અનુસાર, Samsung Galaxy Note 9ના 128 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે લોન્ચ થવાની શક્યતા છે. 128 જીબીવાળા Samsung Galaxy Note 9ની કિંમત 13,500,000 ઇન્ડોનેશિયન રૂપિયા (અંદાજે 64400 રૂપિયા) હશે. જ્યારે 512 જીબીવાળા Samsung Galaxy Note 9ની કિંમત 17,600,000 ઇન્ડોનેશિયન રૂપિયા (અંદાજે 83500 રૂપિયા) હશે.

Comments

comments

VOTING POLL