સેરેના વિલિયમ્સની એક વર્ષ બાદ ટેનિસમાં પુનરાગમન

February 13, 2018 at 2:35 pm


અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. માતા બન્યાના પાંચ મહિના પુનરાગમન કરનારી સેરેનાએ જણાવ્યું હતું કે, ‘પરાજય થવા છતાં મને મારા દેખાવથી સંતોષ છે. ફોર્મ અને ફિટનેસની રીતે હવે હું ટ્રેકમાં છું. ‘ સેરેના વિલિયમ્સ ૨૩ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે.

Comments

comments

VOTING POLL