સેશેલ્સના રાષ્ટ્રપતિએ નૌસૈનિક બેઝનો કરાર રદ કર્યો, 26 જૂને આવશે ભારત

June 17, 2018 at 1:27 pm


સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરએ કહ્યું છે કે ભારતની સાથે અસમ્પશન Üીપ પર નૌસૈનિક બેઝ બનાવવાની પરિયોજના પર હવે આગળ કામ નહી થાય. તેના બદલે સેશેલ્સ પોતે Üીપ પર સૈન્ય સુવિધાઆે તૈયાર કરશે. ભારત અને સેશલ્સ વચ્ચે પરિયોજના પર 2015માં સમજૂતી થઈ હતી. બંને દેશોએ આ વાતને ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ થોડાં દિવસ પહેલાં પરિયોજનાની જાણકારી લીક થઈ ગઈ હતી. જે બાદ સેશેલ્સના રાજકીય પક્ષોએ ફોરેનો વિરોધ શરુ કરી દીધો હતો. ફોરે આ મહિને 26 તારીખે દ્વિપક્ષીય વાતાર્ માટે ભારતની મુલાકાતે આવવાના છે.
– 4 જૂને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફોરેએ કહ્યું હતું કે સેશેલ્સ પોતે જ અસમ્પશન Üીપ પર સૈન્ય સુવિધાઆેનો વિકાસ કરશે. તેઆેએ 2019ના બજેટમાં અસમ્પશનમાં કોસ્ટગાર્ડ સેવા શરુ કરવા માટે ફંડ્સ આપવાની વાત પ ણ કરી હતી. આ કોન્ફરન્સમાં ફોરેએ કહ્યું હતું કે તે ભારતની યાત્રા દરમિયાન શીર્ષ નેતૃત્વ સાથે આ અંગે ચર્ચા કરશે. જો કે વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ભારત માટે કૂટનીતિક રીતે મહત્વનું અસમ્પશન પ્રાેજેક્ટ
ભારત લાંબા સમયથી સેશેલ્સની રાજધાની માહેના દક્ષિણ-પિશ્ચમમાં રહેલાં અસમ્પશન Üીપમાં નૌસૈનિક બેઝ તૈયાર કરવા માંગે છે. જેનું એક કારણ છે ક્ષેત્રમાં તેજીથી વધતી ચીનની હાજર. ભારત અહી તેજીથી ઈન્ફ્રાસ્ટ્રકટર તૈયાર કરી કૂટનીતિક બઢત બનાવવા માગે છે. ભારત અને સેશલ્સ વચ્ચે અસમ્પશન Üીપને લઈને સમજૂતી 2015માં થઈ હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ સત્તાવાર રીતે સેશેલ્સ પહાેંચ્યા હતા. આ વર્ષની શરુઆતમાં બંને દેશોએ સમજૂતીને અંતિમ સ્વરુપ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ ફોરેની સમજૂતીની પુિષ્ટથી ઈન્કાર
આ વર્ષે માર્ચમાં સમજૂતીના કેટલાંક દસ્તાવેજ આેનલાઈન લીક થઈ ગયા હતા. જે બાદ વિપક્ષી દળોએ ભારતની સાથે સમજૂતીનો વિરોધ કર્યો હતો. સેશેલ્સે આ લીકની તપાસ આદેશ આપ્યાં હતા. જો કે ફોરેએ સંસદમાં આ સમજૂતીની પુિષ્ટનો ઈન્કાર કર્યો હતો. મોદીએ એપ્રિલમાં કોમનવેલ્થ સમિટ દરમિયાન સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરેની સાથે આ મુદ્દે મુલાકાત પણ કરી હતી.

Comments

comments