‘સે નો ટુ પ્લાસ્ટિક’ અભિયાન તળે 10 હજાર કાપડની થેલીનું વિતરણ

July 9, 2018 at 11:46 am


ભાવ.સ્કાઉટ ગાઇડ સંઘ અને રૂદ્રા ગ્લોબલ દ્વારા શનિવારે વેલેન્ટાઇન સર્કલ ખાતે યોજાયેલ ઝુંબેશ ઃ નાગરિકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઆે જમા લઇ કાપડની થેલી આપવામાં આવી

રૂદ્રા ગ્લોબલ અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધના સંયુક્ત ઉપક્રમે ‘સે નો ટુ પ્લાસ્ટીક’ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરો અભિયાનના ભાગરૂપે શનિવારે સવારે 11 થી સાંજે 7 સુધી વેલેન્ટાઈન સર્કલ ખાતે ઝુંબેશ ચલાવવામાં આવી અને જનજાગૃતિ ફેલાવવામાં આવી
આ અભિયાનમાં પ્રણામી પ્રાથમિક શાળા , જી.એમ.ડાેંડા પ્રાથમિક શાળા , ગિજુભાઈ કુમાર મંદિર, ફાતિમા કોન્વેન્ટ પ્રાયમરી સ્કુલનાં સ્કાઉટ ગાઇડ દ્વારા 10 હજાર કાપડની થેલીનું વિતરણ કરાયું હતું.
આ અભિયાનમાં ગોપાણી પાથર્ , મોર્ય નવરત્નએ પુરો સમય હાજર રહી સ્કાઉટ ગાઈડને માર્ગદર્શન આપેલ જ્યારે કાજલબેન, સમીમબેન, શ્વેતાબેન, તિથ£શભાઈ વિગેરે પોતાની શાળાના સ્કાઉટ ગાઈડ સાથે રહી જનજાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.

Comments

comments

VOTING POLL