સૈનિક સ્કૂલ બાલાચડીમાં પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું

April 18, 2019 at 9:56 am


તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા શૈક્ષણિક વર્ષ 2019-20 માટેના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકેસૈનિક સ્કૂલ બાલાચડીના પૂર્વ વિદ્યાર્થી લેફ્ટીનન્ટ જનરલ અસિત મિસ્ત્રી,એ.વી.એસ.એમ, એસ.એમ., વી.એસ.એમ જનરલ ઓફિસર કમાન્ડીંગ, હેડ ક્વાટર દિલ્હી એરિયા હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ દ્વારા શૌર્ય સ્થંભ–શહિદ સ્મારક ખાતે ફુલહાર ચઢાવ્યો હતો.

સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે મુખ્ય અતિથિનું સ્કૂલના મુખ્ય સભાખંડમાં શાબ્દીક સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ પસંદગી પામેલા સ્કૂલ કેપ્ટન સહિત શૈક્ષણિક, રમત-ગમત, સાંસ્કૃતિક, ક્વાટર માસ્ટર અને સદન કેપ્ટનોએ પદગ્રહણ કર્યું હતું. આ કેપ્ટનોની પસંદગી નિયમિતતા, શિસ્ત, નૈતિક મૂલ્યો, હકારાત્મક વલણ, રમત-ગમત પ્રવૃત્તિ,નેતૃત્વના ગુણ વગેરેના આધારે કરવામાં આવી હતી જેથી તેઓ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ બની શકે છે અને સ્કૂલની શૈક્ષણિક,શારીરિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની કામગીરી સરળ બને શકે.

મુખ્ય મહેમાનશ્રીએ પોતાના વક્તવ્યમાં નવા નિમણૂક પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે વિદ્યાર્થાઓને નેતૃત્વના ગુણ વિકસાવવા અને આ સ્પર્ધાત્મક વિશ્વમાં લોકોની અપેક્ષા સંતોષી સફળતા હાંસલ કરવા જણાવ્યું હતું. તેમણે સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાનના સ્મરણો વગોડ્યા હતા અને દેશના ભાવી લીડરો તૈયાર કરતા સ્કૂલના તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. આ અવસરે મુખ્ય અતિથિ દ્વારા નવનિર્મિત ‘લીડર ગેલેરી’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાત્મક હોલથી વિદ્યાર્થીઓને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખુબ મહેનત કરવાની પ્રેરણા મળશે અને સંરક્ષણ દળમાં જોડાય દેશની સેવા કરી શકશે. અંતે નિમણૂક પામેલા વિદ્યાર્થીઓના ગૃપફોટોગ્રાફ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ.

Comments

comments