સૈફ અલી ખાનની આગામી ફિલ્મના શુટિંગનો પ્રારંભ થયો લંડનમાં…

June 19, 2019 at 1:03 pm


Spread the love

હાલમાં જ સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘જવાની જાનેમન’નું શૂટિંગ લંડનમાં શરૂ થઇ ચુક્યું છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલા ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તબુ પણ જોવા મળશે. આ ફિલ્મને જેકી ભગનાનીનું પ્રોડક્શન હાઉસ ‘પૂજા એન્ટરટેઈન્મેન્ટ’, સૈફ અલી ખાનનું ‘બ્લેક નાઈટ ફિલ્મ્સ’ અને જય શિવાકરમાણીનું ‘નોર્ધન લાઈટ્સ ફિલ્મ્સ’ કો-પ્રોડ્યૂસ કરી રહ્યું છે.
ત્યારે ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો આ ફિલ્મને નિતિન કક્ક્ડ ડીરેક્ટ કરશે. તો સાથે આ ફિલ્મની રીલીઝ ડેટ પણ આવી ગઈ છે. આ ફિલ્મ 29 નવેમ્બરે રિલીઝ થવાની છે. તો સાથે એ દિવસે સૈફની ફિલ્મ સુશાંત સિંહ અને સંજના સાંઘી સ્ટારર ફિલ્મ ‘દિલ બેચારા’ સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે.