સોનમ કપૂર ફરી એક વખત જોવા મળી સ્ટનીંગ લુકમાં

May 22, 2019 at 12:27 pm


૭૨ માં કાન ફિલ્મ ફેસ્ટીવલમાં સોનમ કપૂરના લુકની ભારે ચર્ચા થઇ રહી છે. એ લુક બાદ ફરી એક વખત સોનમ સ્ટનીંગ લુકમાં નજરે આવી હતી. સોનમ કપૂર 'Quentin Tarantino's Once Upon A Time in Hollywood'ના પ્રીમિયરમાં Ralph એન્ડ Russoના વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. રેડ કાર્પેટમાં સોનમ કપૂરનો બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લુક જોઈ સૌ કોઈ હેરાન થઇ ગયા હતા. 
સોનમ કપૂરે વ્હાઈટ ડીપ નેક લાઈનનો ટક્સીડો સૂટ અને વ્હાઈટ બ્લેઝરની સાથે સ્ટ્રેટ પેન્ટ પહેર્યું હતું. તો સાથે બ્લેઝરની સાથે લાંબી વિંગ્સ પણ હતી. જે તેના ડ્રેસને ખુબ જ હાઈલાઈટ કરતી હતી. ચોપાર્ડની જ્વેલરી જેમાં ગ્રીન મલ્ટી લેયર નેકલેસ તથા ઈયરરિંગ્સ પહેર્યાં હતાં. તો સાથે ટાઈટ બન બનાવ્યો હતો. સ્મોકી આઈ મેકઅપની સાથે ન્યૂડ લિપસ્ટિકમાં સોનમ ઘણી જ ગોર્જીયસ લાગતી હતી.

Comments

comments

VOTING POLL