સોનાનો ‘ચમકારો’ વધ્યોઃ કિંમતે છ મહિનાનો રેકોર્ડ તોડયો

June 21, 2019 at 11:11 am


અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વ્યાપારિક જંગ વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મુકવાનું ટાળવામાં આવતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ગુરુવારે જોરદાર ઉછળ્યું હતું અને સાથે સાથે પાંચ વર્ષની ઉચ્ચ સપાટીએ પહાેંચ્યું હતું. બીજી બાજુ ઘરેલું બજારમાં પણ સોનું 34 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રાકના આંકડાને પાર કરી જઈ છ માસની ઉંચાઈને ગયું હતું.

અમેરિકાના કેન્દ્રીય બેન્કના નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું 2.5 ટકાના ઉછાળા સાથે 1394.11 પ્રતિ ઔંસ પહાેંચ્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારત સહિત દુનિયાભરમાં મેથી સોનાની ચમક સતત વધી રહી છે. ભારત અને અન્ય મોટા દેશોમાં આર્થિક સુસ્તી, અમેરિકી-ચીનની વ્યાપારિક જંગમાં વધુ દેશો સામેલ થવાથી અને કેન્દ્રીય બેન્કોનું નરમ વલણ સોનાને વધુ ચમકાવી રહ્યું છે. અમેરિકી ફેડરલ રિઝર્વ અને અન્ય મોટા દેશોએ માેંઘવારી કાબૂમાં રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સ્થાનિક આભૂષણ વિનિમાર્તાઆેની ખરીદીથી ગુરુવારે દિલ્હીની બજારમાં સોનું 280 રૂપિયા વધીને 34000 રૂપિયાના સ્તરને પાર કરી ગયું હતું.

Comments

comments

VOTING POLL