સોનિક એટેક? ચીનમાં અમેરિકાના અધિકારીને મગજમાં ઇજા પહોંચી!

May 24, 2018 at 11:07 am


Spread the love

દુનિયામાં દુશ્મની અને યુદ્ધનું એક નવું રૂપ સામે આવી રહ્યું છે. એક અમેરિકન અધિકારીને ચીનમાં અસામાન્ય અવાજ સંભળાયા બાદ મગજમાં ઇજા પહોંચ્યાની ફરિયાદ કરી. આ રિપોર્ટ બાદ ટ્રમ્પ પ્રશાસને પોતાના નાગરિકોને તેને લઇ ચેતવણી જાહેર કરી છે. આ કેસ ક્યુબામાં અમેરિકન ડિપ્લોમેટસ પર રહસ્યમયી સોનિક એટેકની યાદ તાજી કરાવી છે, ત્યારબાદ કેટલાંય અમેરિકન અધિકારીઓને પોતાના દેશ પાછા બોલાવી લીધા હતા. આ અધિકારીઓએ એક સાથે સાંભળવામાં તકલીફ, ચક્કર આવવા, દ્રષ્ટિ સંબંધિત ફરિયાદોની માહિતી આપી હતી. દૂતાવાસના પ્રવકતા જીન લી એ કહ્યું કે ચીન અને અમેરિકાના અધિકારી કર્મચારીના માથામાં નજીવી ઇજા પહોંચ્યા બાદ કેસની તપાસ કરાઈ રહી છે.
અમેરિકન અધિકારીઓનું કહેવું છેકે ચીનમાંથી હજુ સુધી આવા બીજા કેસની માહિતી હજુ સુધી સામે આવી નથી. તેમણે કહ્યું કે અમેરિકન સરકાર આ કેસને ગંભીરતાથી લઇ રહ્યું છે અને ચીનમાં પોતાના અધિકારીઓને આ સમસ્યા અંગે માહિતી આપી દીધી છે. કહેવાય છે કે અમેરિકન કમર્ચિારી દક્ષિણ ચીનના ગુઆંગઝોઉમાં કાર્યરત હતા. અમેરિકન દૂતાવાસે ચીનમાં રહેતા અમેરિકન નાગરિકોને મોકલેલ એક ઇમેલમાં કહ્યું કે તેમને અસામાન્ય સ્થિતિના લક્ષણ કે દેશમાં આ પ્રકારની બીજી કોઇ સ્થિતિની માહિતી નથી.
ઉલ્લેખનીય છેકે ગયા વર્ષે અમેરિકાએ ખુલાસો કર્યો હતો કે કયુબામાં કાર્યરત તેના 24 ડિપ્લોમેટસ અને તેના પરિવારના લોકો માથાની એક રહસ્યમય બીમારીની ઝપટમાં આવ્યા છે. કેનેડાના 10 ડિપ્લોમેટસ અને તેના પરિવારજનો પણ આ અજીબોગરીબ બીમારીથી પીડાતા હતા. પેઇચિંગ સ્થિત અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ ઓળખ જાહેર ના કરવાની શરતે કહ્યું કે અમે અત્યારે હવાનાની ઘટના સાથે તેને જોડતા નથી પરંતુ તમામ સંભાવનાઓની તપાસ કરી રહ્યાં છીએ.