સોનિયા, રાહુલની મુશ્કેલી વધીઃ આઇટી રિટર્ન ફરી ખોલવાને પડકારતી અરજી ફગાવાઇ

September 11, 2018 at 11:42 am


વર્ષ 2011-12ની આવકવેરાનું રિટર્ન ફરી ખોલવાને પડકારતી કાેંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આૅસ્કર ફનાર્ન્ડિઝની અરજી દિલ્હી હાઈ કોર્ટે નકારી કાઢી હતી.
ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટ અને એ.કે. ચાવલાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે અમુક હકીકતો છુપાવવામાં આવી હોવાને કારણે રાહુલ ગાંધીનું વર્ષ 2011-12નું આવકવેરાનું રિટર્ન ફરી ખોલવામાં આવ્યું હોવાની આવકવેરા ખાતાની દલીલ બાદ હાઈ કોર્ટે 16 આૅગસ્ટે આ ત્રણ નેતાની અરજીનો ચુકાદો આપવાનું મુલતવી રાખ્યું હતું. કોર્ટ આ મામલે ચુકાદો ન આપે ત્યાં સુધી સોનિયા, રાહુલ અને ફનાર્ન્ડિઝ વિરુÙ કોઈ કડક પગલાં ન લેવાનો ખંડપીઠે આવકવેરા ખાતાને મૌખિક આદેશ આપ્યો હતો.
સોનિયા ગાંધી વતી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ પી. ચિદમ્બરમે કહ્યું હતું કે વધારાના સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલા મૌખિક નિવેદન પર અમને વિશ્વાસ છે. મહેતાએ દલીલ કરી હતી કે કાેંગ્રેસે આવકવેરા ખાતા પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો, પરંતુ એ મામલે દૃઢતાપૂર્વક નહોતું જણાવ્યું.
નેશનલ હેરાલ્ડ કેસને મામલે ભાજપના નેતા સુબ્રમિÎયમ સ્વામી દ્વારા ટ્રાયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ફોજદારી ગુનાની ચાલી રહેલી તપાસ દરમિયાન કાેંગ્રેસના નેતાઆે વિરુÙ આવકવેરાને લગતા કેસ ઊભા થયા હતા.

Comments

comments

VOTING POLL