સોનું રૂા.35,000ની સપાટીની નજીકઃ ચાંદી રૂા.41,000ને પાર

February 21, 2019 at 11:59 am


સોનું હાજરમાં રુ.35,000ની વિક્રમી સપાટીને કુદવાવા સં થઈ રહ્યું છે. વૈિશ્વક સોનું 10 મહિનાની Kચી સપાટીએ પહેંચ્યું છે અને આગામી દિવસમાં 2016માં જોવાયેલી Kચી સપાટી 1,370 ડોલર સુધી વધી શકે તેવી આગાહી કરાય છે. જો વૈિશ્વક સ્તરે સોનામાં વધુ 20-30 ડોલરનો ઊછાળો આવે અને રુપિયો ડોલર સામે નરમ રહે તો આગામી ટૂંક સમયમાં સોનું રુ.35,000ને પાર કરી શકે તેમ છે એમ એનાલિસ્ટોનું માનવું છે.
અમદાવાદમાં સોનું 99.9 ટચનું 10 ગ્રામે આગલા બંધની સામે વધુ રુ.150 વધીને રુ.34,850 રહ્યું હતું. જ્યારે ચાંદીમાં પણ મોમેન્ટમ જળવાઈ હતી. સ્થાનિકમાં 15 જુન પછી પ્રથમવાર સોનું રુ.41,300એ બંધ રહ્યું હતું જે આગલા દિવસની સરખામણીએ રુ.400 વધ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં તેમાં રુ.1,000નો ઊછાળો નાેંધાયો હતો. જ્યારે સોનું આ ગાળામાં રુ.450 Kચકાયું હતું.
વૈિશ્વક સોનાના ભાવ 10 મહિનાની Kચી સપાટી 1,345 ડોલરને સ્પશ}ને બે ડોલર વધીને 1,342ની સપાટીએ ટ્રેડ થતાં હતા. જ્યારે ચાંદી પણ પાંચ સેન્ટ વધીને ફરી 16 ડોલરની સપાટીને વટાવીને 16.01 ડોલર ટ્રેડ થતી હતી.
એંજલ બ્રાેકિંગના નોન-એગ્રી કોમોડિટીઝ અને કરન્સીના ચીફ એનાલિસ્ટ પ્રથમેશ માલ્યાના કહેવા અનુસાર, વાયદામાં સોનામાં હજી વધુ રુ.400-500નો સુધારો અપેક્ષીત છે. સોનામાં ઝઢપી તેજી પછી આગામી દિવસોમાં પ્રાેફિટ બુકિંગ આવી શકે છે.
આથી આગામી તબક્કામાં પ્રાેફિટ બુકિંગ પણ કરવું જોઇએ. અમારા અંદાજ અનુસાર સોનું વાયદામાં 10 ગ્રામે રુ.34,300 સુધી આગળ વધી શકે. રુપિયાના સુધારાની પાછળ વાયદામાં સોનું અને ચાંદી સાધારણ રુ.15 અને રુ.65 વધીને ટ્રેડ થતાં હતા.

Comments

comments