સોપારીના કારોબારમાં રૂા.200 કરોડની ટેકસ ચોરીનો પદાર્ફાશ

January 19, 2019 at 10:48 am


સોપારીની હેરાફેરી અને સંગઠિત ટેકસચોરીના નેટવર્કનો પદાર્ફાશ થયો છે અને તેમાં મહિલાઆે પણ સામેલ છે. કલકત્તા સહિત દેશના 20 મોટા શહેરોમાં કરોડો રૂપિયાની ટેકસ ચોરીના નેટવર્કની કમાન એક મહિલાના હાથોમાં હોવાનું બહાર આવ્યું છે.
આ લેડી માફિયાનો ભાંડો જીએસટીની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વીગ દ્વારા ફોડવામાં આવ્યો છે અને આ લેડી માફીયાની પૂછપરછ ચાલી રહી છે. રૂા.200 કરોડની સોપારીની હેરાફેરીનો પદાર્ફાશ થયા બાદ આ લેડી નટવરલાલ તંત્રની જાળમાં ફસાઈ છે અને તેણીએ રૂા.50 લાખ જમા પણ કરાવી દીધા છે.
હાલમાં જીએસટીઆઈ ડી.જી.ની ટૂકડીએ દિલ્હી, કાનપુર, કલકત્તા, ગોવાહાટીના 12 સ્થળે દરોડો પાડયા હતા. કલકત્તામાં એવી 22 પેઢીઆે મળી છે જેના મારફત દેશભરમાં સોપારીની સુનિયોજિત હેરાફેરી કરવામાં આવી રહી છે. ચાર પેઢીઆેની તપાસમાં જ રૂા.200 કરોડની તસ્કરીની વિગતો બહાર આવી છે. આ સમગ્ર નેટવર્કની સંચાલક એક મહિલા નીકળી. 40 વર્ષની મહિલા કલકત્તામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવે છે. સોપારી પર પાંચ ટકા ટેકસ છે એટલે ફકત ચાર પેઢીઆે મારફત રૂા.10 કરોડની ટેકસ ચોરી થઈ છે. તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ રૂા.200 કરોડની ટેકસચોરી બહાર આવી છે.
પાન-મસાલા પર 88 ટકા ટેકસ છે અને સોપારી પર ફકત પાંચ ટકા જ ટેકસ છે. આમ, આ સમગ્ર સીસ્ટમને ફોડી દેવામાં આવી છે અને હવે વધુ કેટલાક લોકો આમા સપડાશે અને વધુ કેટલાક રાજ્યોનો પણ તેમાં રોલ હોય શકે છે. તપાસ ટૂકડી દરોડાઆે પાડી રહી છે અને જેમ જેમ આ મહિલા પોપટ બની ગઈ છે તેમ તેમ આગળ તપાસ વધશે અને હજુ પણ કેટલાક મોટા ધડાકા થઈ શકે છે.

Comments

comments

VOTING POLL