સોમનાથથી કચ્છની ટ્રેન, અમદાવાદ ઇનટરસિટીમાં એસી ચેરકાર સહિત કોચ વધારો

September 11, 2018 at 12:43 pm


સૌરાષ્ટ્ર-કચ્છને જોડતી રેલ્વે ટ્રેન શરુ કરવા અને અમદાવાદ જતી ઇન્ટનરસીટી ટ્રેનમાં એસી ચેર કારની સુવિઘા આપવા રેલ્વેક સલાહકાર સમિતિના સભ્યક દ્વારા ડી.આર.એમ, સાંસદ સહિતનાને લેખીત રજુઆત કરી માંગણી કરી છે. વેરાવળ રેલ્વેા સલાહકાર સમિતિના સભ્યે હસુભાઇ કાનાબાર દ્વારા કરાયેલ રજુઆતમાં જણાવેલ કે, તાજેતરમાં સૌરાષ્ટ્રણના સાંસદો સાથે રેલ્વેમના ઉચ્ચી અઘિકારીઆેએ કરેલ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છને જોડતી ડેમુ ટ્રેન શરુ કરવા સાંસદોએ માંગણી કરેલ જે માંગણી સંદર્ભે જણાવાનું કે, અગાઉ રેલ્વેસ તંત્રએ રાજકોટ થી રાત્રીના 2-30 વાગ્યેમ ઉપડતી રાજકોટ-ભુજ ટ્રેન શરુ કરેલ જેને ટ્રાફીક ન મળતા ગણતરીના દિવસમાં બંઘ કરી દીઘેલ હતી. જો આ ભુજને જોડતી ટ્રેન રાજકોટના બદલે સોમનાથ (વેરાવળ) થી સાંજે 7-00 વાગ્યે્ ઉપાડવામાં આવે તો ટ્રાફીક મળવાની સાથે કચ્છસને જોડતી ટ્રેન સેવાનો લાભ લોકોને મળી શકે તેમ છે. આ ઉપરાંત ટ્રેન નં.19119-20 સોમનાથ-અમદાવાદ ઇન્ટસરસીટી ટ્રેન ચાલે છે તેમાં એસી ચેર કાર તથા સેકન્ટ સીટીગના ત્રણ કોચ લગાડવામાં આવે તો એક જ ટીસી એક કોચને લઇ જવાની સાથે બીજા ત્રણેય કોચ ચેક કરી શકે જેથી રેલ્વેનને આર્થીક ફાયદાની સાથે સ્ટાતફની બચત થાય તેમ છે. આ બંન્ને માંગણીઆે વહેેલી તકે પુર્ણ કરવામાં આવે તેવી માંગણી છે.

Comments

comments

VOTING POLL