સોમનાથ ચોપાટીથી ત્રિવેણી સંગમ સુધીના યાત્રી પદપથનું અમિત શાહના હસ્તે ભૂમિપૂજન થયું

December 6, 2018 at 11:21 am


ભારત સરકારના ટુરીઝમ મંત્રાલય દ્વારા પ્રસાદ સ્કીમ અંતર્ગત સોમનાથનાં સાંનિધ્યમાં વધુ એક આકર્ષણ ઉમેરાશે. રૂા.45 કરોડના ખર્ચે મંદિરના દક્ષિણ ભાગમાં સાગર કિનારે 1500 મીટર લાંબો અને 7 મીટર પહોળા યાત્રિપથનું નિમાર્ણ થશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આ યાત્રિપથનું તા.6ના રોજ સવારે 10-30 કલાકે ભૂમિપૂજન કર્યું હતું.

સાગરદર્શનથી શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી નિમાર્ણ થનાર યાત્રિપથમાં યાત્રિકોને સુંદર બેઠક વ્યવસ્થા સાથે ભિક્તમય સંગીતની સૂરાવંીઆેનો પણ લાભ થઈ શકશે. સમુદ્ર સાથે સોમનાથના સાંૈદર્યને નિહાળવા આધુનિક લાઈટિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

આ યાત્રિપથથી યાત્રાળુઆે માટે સોમનાથ મુલાકાત એક યાગદાર સંભારણું બની ગયું છે. યાત્રિપથ ધામિર્ક, આિથર્ક તેમજ દાર્શનીક અનુભૂતિનું ત્રિવેણી સંગમ સ્થળ બનશે. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈખાબેન જાલાેંધરા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વમંત્રી જશાભાઈ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા સહિતના મહાનુભાવો ઉપિસ્થત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત પ્રવસન નિગમના મેનેજીંગ ડિરેકટર જેનુ દિવાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઈ લહેરીની યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટના કર્મચારીઆે જહેમત ઉઠાવી હતી.

Comments

comments

VOTING POLL