સોમનાથ: જીઆઇડીસી અને પ્રભાસપાટણમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ

February 6, 2018 at 11:55 am


પ્રભાસપાટણમાં મુખ્ય બજારોમાં લારી-ગલ્લા અને વધારાના ઓટલાઓ તેમજ પાટણ ઝાંપાની જીઆઈડીસી સુધીના ડ્રાઈવરો ઉપરના દબાણો દૂર કરવાની જર છે તેમજ સોમનાથ શોપીંગ સેન્ટરની સામેની દુકાનોએ જે છાપરા કાઢેલ છે તે દૂર કરવા જરી છે. બિનઅધિકૃત દબાણોને કારણે પ્રભાસપાટણના લોકો હાલાકી ભોગવી રહેલ છે. પ્રભાસપાટણમાં એકમાત્ર મુખ્ય બજાર છે અને તે સીધી સોમનાથ મંદિરે નીકળે છે. આ બજાર પહેલેથી સાંકડી છે અને તેમાં લારી-ગલ્લાઓ રાખવાને કારણે વધુ સાંકડી થયેલ છે. આ બજારમાંથી ફોર વ્હીલ કાઢવતું અશકય છે પરંતુ નાની રિક્ષાઓ અને ટૂ વ્હીલ કાઢવામાં ખુબ જ મુશ્કેલી પડે છે અને બજારમાં વારંવાર ટ્રાફિક જોવા મળે છે તેમજ ટ્રાફિકજામ થવાની, હોર્નના અવાજો અને ધૂમાડાને કારણે ભયંકર પ્રદૂષણ જોવા મળે છે અને આ બજારમાં વેપાર કરતાં વેપારીઓ ત્રાહિમામ પોકારી જાય છે. પ્રભાસપાટણમાં મોટાભાગની વસતિ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જેના કારણે સવાર-સાંજના સમયમાં મજૂર વર્ગની અવર-જવર વધુ હોય છે જેથી સવાર-સાંજમાં પોલીસ દ્વારા બજારમાં પેટ્રોલિંગ કરવું પરંતુ તે થોડા સમયમાં બંધ થયેલ છે. પ્રભાસપાટણ સંવેદનશીલ શહેર છે અને બે વખત કોમી તોફાનો થયેલા છે ત્યારે આવા ટ્રાફિકને કારણે કોઈ મોટું સ્વપ ધારણ થાય તે પહેલાં આ પેશકદમી દૂર કરવી જરી છે.

Comments

comments

VOTING POLL