સોમનાથ દાદાનું પ્રાંગણ અટલ બિહારી વાજપેયીના અવાજમાં સદાય ગૂંજતું રહેશે

August 17, 2018 at 10:59 am


ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીનું નિધન થતાં તીર્થનગરી સોમનાથ સુમસામ શોકમય બન્યું.

વાજપાયીના સંભારણા જબ તક સૂરજ ચાંદ રહેગાની જેમ સોમનાથ મહાદેવ મંદિરમાં વરસો સુધી ગૂંજતું રહેશે કારણ કે, સોમનાથમાં દિવ્ય આરતી પછી દશાર્વાતો બાઈટ એન્ડ સાઉન્ડ શોમાં તા.31-10-2001ના રોજ સોમનાથ જયોતિલિ¯ગ પ્રાણ પ્રતિષ્ઠા સૂવર્ણ જયંતિ સમારોહમાં કરેલું ભાષણ અક્ષરસઃ આેરિજનલ દ્રશ્ય સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં રજુ કરાયું છે જે કાયમ દશાર્વાય છે અને દશાર્વાતું રહેશે.

જૂનાગઢ ખાતે જનસંઘનું કોઈ અધિવેશનમાં જયારે વાજપાયી આવેલ ત્યારે તેને સોમનાથ તવા ઈચ્છા વ્યકત કરેલ અને તે તથા અન્ય સભ્યો ખાસ એસટી બસ દ્વારા સોમનાથ આવેલ અને તે બસ હાલના દિિગ્વજય દ્વાર પાસે ઉભી રહી હતી એક સમે ચૂંટણી વખતે વેરાવળ જાહેરસભા સંબોધવા આવેલ ત્યારે તે સભા સટ્ટાબજારમાં યોજાઈ હતી તેમાં ત્રણ કલાક જેટલું મોડું થતાં તેના ભાષણમાં તેમણે કહ્યું કે, મારી પાસે હેલિકોપ્ટર હોત તો આટલું મોડું ન થાત.

વેરાવળના એક વકીલને ઘેરે પણ ગયેલ અને વાજપાયી તેના સમયના તે પક્ષના તમામ અગ્રણી કાર્યકરોને નામથી બોલાવતા હતા આવી હતી તેની યાદદાસ્ત. સોમનાથ ખાતે મંદિરને તેમજ તેના અતિથિ ગૃહોમાં આવતા દેશ-વિદેશના યાત્રિકોને કાયમી હિરણ-2નું મીઠું પાણી મળે તે માટેના જોડાણનું લોકપ્રિય વાજપાયીના હસ્તે સોમનાથ ખાતે તા.31-10-2001ના રોજ થયેલ હતું. સાથોસાથ સોમનાથ જયોતિલિ¯ગ પ્રાણ પ્રતિષ્ઠા સુવર્ણ જયંતી સમાપનના એ સમારોહ સાથે મોરારજી દેસાઈ ઘાટ નવનિમાર્ણનો શિલાન્યાસ પણ તેના વરદ હસ્તે થયેલ.વડાપ્રધાન વાજપાયી જયારે સોમનાથ આવેલ ત્યારે તેની સાથે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, દિનેશ શાહ, હરીન પાઠક, ડો.વંભ કથિરિયા, અશોક ભટ્ટ, ગોરધન ઝડફીયા, ચુનીભાઈ ગોહેલ સાથે રહેલ.

Comments

comments

VOTING POLL