સોમનાથ બાયપાસ રોડ પર બાઇકચાલકે બાળાને હડફેટે લેતાં ગંભીર ઇજા

April 15, 2019 at 11:30 am


સોમનાથ નજીક બાયપાસ રોડ ઉપર મોટર સાયકલ ચાલકે બાળાને હડફેટે લેતા માથામાં તથા ડાબી સાઇડની પાંસળી ફેકચર સહીતની ઇજાઓ કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આ અકસ્માતની પ્રા વિગત મુજબ સોમનાથ રેલ્વે સ્ટેશનની બાજુમાં રહેતા ઇકબાલભાઇ હનીફભાઇ ગઢીયા ઉ.વ.૩પ ની ભત્રીજી સમીનાબેન ને બાયપાસ રોડ ઉપર નરેશભાઇ સોલંકી રહે.પીપળીની કાદી વાળાએ મોટર સાયકલ નં જી.જે. ૩ર એફ. ૩૧૪૧ ની પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હડફેટે લેતા સમીનાબેન ને માથામાં તથા ડાબી સાઇડની હાસળીમાં ફેકચર સહીતની ઇજાઓ કરી નાસી ગયેલ હોવાની ફરીયાદ પોલીસમાં મોટર સાયકલના ચાલક નરેશ સોલંકી સામે નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે.
રીક્ષાએ બાઇકને ઠોકરે ચડાવતા બેને ઇજા
પ્રભાસ પાટણમાં રહેતા વાણદં રમેશભાઇ નાથાભાઇ સોલંકી ઉ.વ.૪૩ તથા કીરણબેન મોટર સાયકલ ન.ં જી.જે. ૧૧ ઇ.ઇ. ૩૮૬૮ માં જઇ રહેલ તે વખતે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ભારત હોટલની સામે એક અજાણ્યા પ્યાગો રીક્ષાના ચાલકે રિક્ષા પુરઝડપે અને ગફલતભરી ચલાવી મોટર સાયકલને પાછળના ભાગેથી ઠોકર મારી મોટર સાયકલને પછાડી દેતા રમેશભાઇ તથા કીરણબેનને ઇજાઓ સાથે હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવ અંગે ઇજા પામેલ રમેશભાઇ સોલંકી એ અજાણ્યા રીક્ષા ચાલક સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે

Comments

comments

VOTING POLL