સોમનાથ, બેટદ્રારકા અને આજીડેમમાંથી સી–પ્લેન ઉડાડાશે

February 22, 2018 at 11:55 am


ગુજરાતમાં સી–પ્લેન ટૂરીઝમ વધારવા માટે રાય સરકારે પોલિસી ડ્રાટ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી–પ્લેનમાં સાબરમતી નદીથી અંબાજી નજીક આવેલા ધરોઈ ડેમ પહોંચ્યા હતા. સરકારે કન્સલ્ટન્ટની નિમણુક કરી છે, જે ગુજરાતમાં કયા સ્થળોએ સી–પ્લેન ટૂરિઝમ ડેવલપ કરી શકાય તેની ઓળખ કરી શકે. સૌથી આનંદની વાત એ છે કે સી–પ્લેન માટે સોમનાથ, બેટ દ્રારકા, આજીડેમ અને માંડવી જેવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ સી–પ્લેનની મુસાફરી કર્યા પછી, શકયતાઓ ઘણી વધારે છે કે ગુજરાતમાં સી–પ્લેન ટૂરિઝમને પ્રોત્સાહન આપવામાં આવે. યૂનિયન બજેટમાં કેન્દ્ર સરકારે પણ યોજનાની જાહેરાત કરી છે, જેના અંતર્ગત રાય સરકારને મદદ મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રીજનલ એર ટ્રાવેલ વધારવા માટે અમે વીજીએફ (વિજિબિલીટી ગેપ ફંડીંગ) અને અન્ય ઈન્સેન્ટિવ્સ આપી રહ્યા છીએ. સી–પ્લેનની પ્રસ્તાવિત પોલિસી અંતર્ગત, સી–પ્લેન સર્વિસ શ કરનારા વેન્ડર્સને એક સમાન અથવા વધારે વીજીએફ આપવાનો પ્રસ્તાવ મુકયો છે. અમે કેન્દ્ર સરકાર પાસેથી પણ નાણાંકીય મદદ મળે તેવી આશા રાખીએ છીએ. ટુંક સમયમાં સી–પ્લેન ટૂરિઝમનો રિપોર્ટ તૈયાર થઈ જશે.
સૂત્રએ આગળ જણાવ્યું કે, સાબરમતી રિવરફ્રંટ, ધરોઈ ડેમ, સરદાર સરોવર ડેમ, સોમનાથ, બેટ–દ્રારકા, સાપુતારા, ગાંધીનગર, આજી ડેમ, માંડવી અને દક્ષિણ ગુજરાતના અમુક સ્થળો એવા છે યાં સી–પ્લેન સર્વિસ શ કરી શકાય છે. સી–પ્લેન માટે વધારે ઈન્ફ્રાસ્ટ્રકચરની જર નહીં પડે અને એરલાઈન્સ કરતા તે સસ્તું પણ પડશે.

સી–પ્લેન માટે લેન્ડ થવા અને ટેક ઓફ માટે એક જેટીની જર પડશે. સરકારે ૧ કરોડ રૂપિયા ફાળવ્યા છે. કોન્ટ્રાકટ સાઈન થયા પછી સરકારે વીજીએફ સબસિડીના ભાગપે વધુ ૬–૭ કરોડ પિયા ચુકવવા પડી શકે છે. ટૂરિઝમ વધારવા માટેની આ ઘણી મોટી તક છે

Comments

comments

VOTING POLL