સોમનાથ મહાદેવ મંદિરના શિવલિંગનું થાળું ચાંદીનું બન્યું

February 12, 2019 at 11:18 am


વિશ્વ પ્રસિધ્દ સોમનાથ મહાદેવ મંદિરની બરોબર સામે આવેલ પ્રાચીન અહલ્યા બાઈ સોમનાથ મહાદેવ મંદિર શિવલિંગ થાળાને ભાવભિક્તથી ચાંદીથી મઢવામાં આવ્યું અમદાવાદના એક દાતા પરિવારે આ શિવલિંગ થાળાને ચાંદીથી મઢવા 50 કિલો ચાંદી અર્પણ કરી બાકીના 18 કિલો ચાંદી સોમનાથ ટ્રસ્ટે તેમાં ઉમેરી કુલ 68 કિલો ચાંદીથી સમગ્ર શિવલિંગના થાળાને મઢવામાં આવ્યું. દાતા પરિવાર સોમનાથ મહાદેવનો અનન્ય ભકત છે અને 15 વરસ પહેલાં કરેલ તેનો સંકલ્પ આજે પ્રાતઃકાલના બ્રû મુહંર્તમાં પૂર્ણ થતાં સૌ શિવ ભિક્તમય એકાકાર બન્યા
આ થાળાને ચાંદીથી મઢવા 8થી 10 જેટલા કારીગરો રાત્રીભર મંદિરમાં કાર્યરત રહ્યા અને વહેલી સવારે 4 વાગ્યે બ્રાû મુહંર્તમાં યજમાનોએ ચાંદીના થાળાની મહાપૂજા કરી પ્રહ્યાલન પૂજારી કિશોરગીરી ગોસ્વામીએ પ્રક્ષાલન કર્યાબાદ મંદિર પૂજાચાર્ય મીથીલેસ દવેએ દિવ્ય આરતી કરી યજમાનોને આશીવાર્દ આપ્યા અને પ્રાેક્ષણ પૂજાવિધિ કરાવી.
આ પ્રસંગે અહલ્યા બાઈ સોમનાથ મહાદેવ મંદિરને ફૂલહારોથી શણગારાયું. એલઈડી વીજ બલ્બની રોશની કરવામાં આવી અને હોમાત્મક લઘુરૂદ્ર કરવામાં આવ્યો જેમાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ઉપિસ્થત રહ્યા.

Comments

comments

VOTING POLL