સોમવારથી ઠંડીના નવા રાઉન્ડની સંભાવના

January 19, 2019 at 5:10 pm


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું જોર સતત ઘટી રહ્યું છે પરંતુ કાશ્મીરમાં થયેલી હિમવષાર્ના પગલે સોમવારથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે. હવામાનના જાણકારોના કહેવા મુજબ સોમવારથી પવનની દિશા બદલાશે અને ઉત્તર દિશા તરફથી પવન ફંંકાવવાનું શરૂ થશે જેના કારણે ઠંડીની તિવ્રતા વધશે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો બપોરે 35 ડિગ્રી આસપાસ પહાેંચી ગયો હતો અને તેના કારણે ઉનાળાએ જાણે એન્ટ્રી કરી હોય તેવું લાગતું હતું. સોમવારથી ફરી લઘુત્તમ તાપમાન નીચુ ઉતરશે અને ટાઢાબોળ પવનના કારણે ઠંડીની તિવ્રતા વધશે.

Comments

comments

VOTING POLL