સોમવારે મહાશિવરાત્રીઃ સૌરાષ્ટ્રમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજી ઉઠશે

March 2, 2019 at 11:00 am


સોમવારે મહાશિવરાત્રીનું પર્વ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધર્મોલ્લાસ સાથે ઉજવાશે. આ દિવસે જીવનું શિવ સાથે મિલન થશે. વહેલી સવારથી ‘હર-હર મહાદેવ’નો નાદ ગુંજી ઉઠશે. સૌરાષ્ટ્રમાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક શિવમંદિરો તેમજ ગામે ગામ શિવજીની ભિક્ત માટે ભાવિકોની ભીડ જોવા મળશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે અત્યારથી જ ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યાે છે. સાથાેસાથ જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં સાધુ-સંતો તેમજ ભકતો શિવજીની ભિક્તમાં લિન થયા છે.

શિવરાત્રીના દિવસે ચારપ્રહરની પૂજાનું વિશિષ્ટ મહત્વ છે. આ વખતે શિવરાત્રી અને સોમવાર બન્ને એક જ દિવસે હોવાથી ભાવિકોમાં પણ અનન્ય ઉત્સાહ જોવા મળી રહ્યાે છે. મહાશિવરાત્રીને લઈ વિવિધ ધામિર્ક આયોજનો કરાયા છે. આ દિવસે ‘બમ બમ ભોલે’ના નાદ સાથે ભવ્ય શિવ રથયાત્રા નીકળશે. હિન્દુ પંચાંગ પ્રમાણે 24 કલાકમાં આઠ પ્રહર આવે છે તેમાં દિવસના ચાર અને રાત્રીના ચાર પ્રહર શિવરાત્રીના પર્વ પર રાત્રીના ચાર પ્રહરની પૂજાનું વિશિષ્ટ મહત્વ રહેલું છે.

શિવજીની ભિક્ત માટે ભાવિકોએ ચાર પ્રહરની પૂજા સાથે-સાથે વ્રત, ઉપવાસ, અભિષેક, ભજન-ભિક્ત તેમજ ભાંગ પ્રસાદનો પ્રસાદ લેશે. સોમવારે ગામે ગામ શિવરાત્રી નિમિત્તે વિવિધ ધામિર્ક કાર્યક્રમો યોજાયા છે જેની સંકલિત માહિતી અત્રે પ્રસ્તુત છે.

Comments

comments

VOTING POLL