સોમવારે રાજકોટ સજ્જડ બંધ રહે તે માટે કાેંગ્રેસ સજ્જ

September 8, 2018 at 4:10 pm


પેટ્રાેલ-ડીઝલના ભડકે બળતા ભાવનો પડઘો પાડવા માટે કાેંગ્રેસે આપેલા ભારત બંધના એલાનને અનુલક્ષીને રાજકોટ શહેર કાેંગ્રેસે પણ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રાજકોટ સજ્જડ બંધ રહે તે માટે તૈયારી કરી લીધી છે અને સાથોસાથ શહેરીજનોને શાંતિપૂર્વક બંધ પાડવા અનુરોધ પણ કર્યો છે.
રાજકોટ શહેર-જિલ્લા કાેંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની સંયુકત યાદી જણાવે છે કે, આગામી તા.10-9-2018ના સોમવારના રોજ સવારે 9થી બપોરના 3 કલાક સુધી સમગ્ર ભારત બંધનું એલાન હાય અને સમગ્ર ભારત દેશમાં આ માેંઘવારી વધવાથી અને પેટ્રાેલ-ડીઝલના ભાવ આસમાને પહાેંચી ગયા હોય તેથી ભાજપની સરકારમાં એક બેરલનો ભાવ આશરે 72 ડોલરનો હોય તેમ છતાં ભાજપ સરકારની અણઆવડતના કારણે 80 રૂપિયાના ભાવે પેટ્રાેલ પહાેંચી ગયું હોય અને ડીઝલનો ભાવ આશરે 78 રૂપિયા પહાેંચી ગયો છે. આજના વડાપ્રધાન ચૂંટણી ટાણે જે પ્રજાજનોને મંુગેરીલાલના સપના બતાવ્યા હતા કે હું પેટ્રાેલ 50 રૂપિયાથી સસ્તુ કરી આપીશ તે જ ફેકું વડાપ્રધાનની સરકારમાં આંતરરાષ્ટ્રીય બેરલનો ભાવ સસ્તો હોવા છતાં પેટ્રાેલનો ભાવ 80 રૂપિયા પહાેંચાડી દીધો છે.
ભારત દેશની અંદર ફેકું વડાપ્રધાન પહેલાંની યુપીએ સરકારમાં બેરલનો ભાવ 120 ડોલર આંતરરાષ્ટ્રીય ભાવ હોય છતાં પેટ્રાેલનો ભાવ 72 રૂપિયા પહાેંચેલ હતો ત્યારે હાલની સરકારના વડાપ્રધાન અને તમામ મિનિસ્ટરો રોડ પર આવી અને ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા હતા તે ફેકુંુ મિનિસ્ટરો આજે કયાં ખોવાઈ ગયા છે. આ ભાવ વધારાથી ભારતના એક-એક નાગરિકની કમ્મર તૂટી ગયેલ છે ત્યારે હંમેશા ભારત દેશના નાગરિકોની સાથે રહેનાર અને નાગરિકોના હિત માટે લડત આપતી કાેંગ્રેસ પાર્ટી દ્વારા આ મરણતોડ પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારા સામે તમામ નાગરિકનો વિરોધ પ્રગટ કરવા માટે ભારત બંધનું એલાન કરેલ છે ત્યારે રાજકોટના નગરજનોને અમારી વિનંતી અને અપીલ છે કે સોમવારના રોજ સવારે 9થી બપોરે 3 કલાક સુધી ધંધા-રોજગાર અને શાળા-કોલેજો સજ્જડ બંધ રાખી અને સહકાર આપશો તેવી લોકહિતમાં માગણી છે. દરમિયાન યુવા કાેંગ્રેસના જયપાલસિંહ રાઠોડે જણાવ્યું છે કે, સારા દિવસોની/લાલસા આપીને કેન્દ્રમાં ધામા નાખીને બેઠેલી એનડીએ સરકાર આજે તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે. જ્યારે વાત કરીએ પેટ્રાેલ-ડીઝલની કે પછી નબળા પડતાં રૂપિયાની કે પછી રોજગારીની કે ખેડૂતોના હકકની તમામ ક્ષેત્ર માત્રને માત્ર દાવાઆે કે જુમલા આ તે કેવા સારા દિવસો કે જેના માટે દેશની જનતાએ જે વ્યિક્તને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા તેણે આ દેશના નાગરિકો પર પડતા માેંઘવારીના ડામ પણ નથી દેખાતા. આ જોતા તો એક 2014ની વાત યાદ આવે.
આજ પેટ્રાેલ-ડીઝલ કે જેને સરકાર પોતાના 125 ટકા ફાયદા માટેથી જીએસટીમાં સામેલ કરવાથી અચકાઈ છે. રોજના વધતા જતા ભાવને કાબુમાં કરવામાં પણ એનડીએ સરકાર નિષ્ફળ નિવડી છે ત્યારે દેશની જનતાને માેંઘવારીના ભરડામાં ધકેલતી આ એનડીએ સરકારના વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કાેંગ્રેસ દ્વારા તા.10ને સોમવારના રોજ સવાર 9થી 3 ભારત બંધનું એલાન કરેલ છે.

Comments

comments

VOTING POLL