સોલીડ વેસ્ટ શાખાએ 36 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું

June 20, 2018 at 10:40 am


જામનગરમાં મ્યુ. કમિશ્નરે પ્રતિબંધિત પ્લાસ્ટીકના વેંચાણના વપરાશ પર જાહેરનામા બહાર પાડી દીધા બાદ ગઇકાલે સોલીડ વેસ્ટ શાખા અને મોબાઇલ કોટ દ્વારા શહેરમાંથી પ્લાસ્ટીકનો જથ્થાે પકડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 36 કિલો પ્લાસ્ટીકની થેલી કબ્જે કરવામાં આવી હતી. નાયબ ઇજનેર હસમુખ બેરાની આગેવાની હેઠળ વિવિધ વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં રપ00 નંગ પ્લાસ્ટીકની પ્યાલી, 36 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક કબ્જે કરીને રૂા. 1900 નો વહીવટ ચાર્જ વસુલ કર્યો હતો, ત્યારબાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઇલ કોટ દ્વારા 1000 ચાની પ્લાસ્ટીક, 10 કિલો પાન પીસ, 1પ કિલો ઝબલા થેલી કબ્જે કરીને વહીવટી ચાર્જ રૂા. 900 વસુલ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના પ્લાસ્ટીક ઝબલા થેલી અને ચાની પ્યાલીઆે પકડવામાં આવે છે, છતાં પણ જામનગરમાંથી પ્લાસ્ટીક સરેઆમ મળી આવે છે, તંત્ર દ્વારા હજુ વધુ કડક થઇને પ્લાસ્ટીક કબ્જે કરવું જોઇએ, તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

Comments

comments

VOTING POLL