સોશિયલ મીડિયામાં લોકોનું સ્ટાર બનવાનું કારણ જાણો છો ?

October 8, 2019 at 10:32 am


અત્યારના યુગની વાત કરીએ તો જેમ જીવન ટકવા માટે ઓક્સીજનની જરૂર પડે છે તેવી જ રીતે સોશિયલ મીડિયાની… લોકોની આ પ્રકારની માનસિકતા થઇ ગઈ છે. તે થોડી ક્ષણ પણ સોશિયલ મીડિયા વગર રહી શકતા નથી. દર ૫ મીનીટે ફોનને ચેક કરતા હોય છે કંઈ નવીન તો નથી ને ? તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર માત્ર આશરે ૭૯ ટકા સામગ્રી જ સામાન્ય લોકો દ્વારા બનાવવામાં આવી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા ડેટા જાહેર કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા ફેસબુક, હેલો, ટિકટલ્ક, ટ્વિટર અને વ્હોટ્સએપ પર જે સામગ્રી જોઈ રહ્યા છો તેનો ૭૯ ટકા ભાગ સામાન્ય લોકોએ બનાવ્યો છે. બાકીનો ભાગ કંપની અથવા સંગઠિત ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે.

Comments

comments