સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની ટોચ ઉપર: ટ્રમ્પ બીજા નંબરે

May 3, 2018 at 11:39 am


સોશિયલ મીડિયા અંગે હાથ ધરાયેલા સર્વેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ્ને પણ પછાડીને સૌથી આગળ નીકળી ગયાનું જાણવા મળે છે. લોકપ્રિયતાની દૃષ્ટિએ ફેસબુક પર નરેન્દ્ર મોદી મોખરાનું સ્થાન ધરાવે છે. ફેસબુક પર તેમના 4.32 કરોડ ફોલોઅર છે.
સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્રમ્પ 2.31 કરોડ ફોલોઅર સાથે બીજા સ્થાને વરણી પામેલા છે. બર્સન કોહન એન્ડ વોલ્ફ દ્વારા સર્વે હાથ ધરાયો હતો.
નિષ્ણાતો દ્વારા 1 જાન્યુઆરી 2017થી દેશ-વિદેશના નેતાઓના આશરે 650 ફેસબુક પેજનું નિરક્ષણ કરવામાં આવી રહ્યું હતું. ફેસબુકના ક્રાઉડટેંગલ ટૂલ દ્વારા સર્વેનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. પાછલા 14 મહિનાના ડેટા પ્રમાણે ટ્રમ્પ્ના ફેસબુક પર 11.36 કરોડ ઇન્ટરએકશન નોંધાયા છે. નરેન્દ્ર મોદીના 20.49 સંવાદ નોંધાયા છે.મોદીએ લોકો સાથે જોડાઈ રહેવા હંમેશાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. ઇન્ડોનેશિયા પ્રેસિડન્ટ જોકો વિડોડોના 4.6 કરોડ જ્યારે કમ્બોડિયા પ્રધાનમંત્રી સેમડેક હુનસેન અને આર્જેન્ટિનાના પ્રમુખ મૌરિકોના ક્રમવાર 3.6 અને 3.34 કરોડ ઇન્ટરએકશન નોંધવામાં આવ્યા હતા.

Comments

comments

VOTING POLL