સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવા અને અરાજકતાવાદી તત્વોના તોફાનને અટકાવવા માટે સચોટ મિકેનિઝમ જરૂરી

August 6, 2018 at 9:43 am


અત્યારે યુગ સોશ્યલ મીડિયાનો છે. આ મીડિયાનો પ્રભાવ અને તેની અસર દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે એટલી દિવસે વધી રહી છે. સવારના અખબારમાં જે ન્યૂઝ આવવાના હોય તે ઘટના બન્યાની મિનિટોમાં જ સોશ્યલ મીડિયામાં ફેલાઈ જાય છે. જો કે તેનાથી અખબારો કે ચેનલોને કોઈ ફરક પડયો નથી પરંતુ એક મોટી સમસ્યા એવી ઉભી થઈ છે કે સોશ્યલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરવાના બદલે અત્યારે તેનો ભયંકર રીતે દુરુપયોગ થઈ રહ્યાે છે અને એક સુંદર ટેકનોલોજીની સુવિધા ત્રાસના રૂપમાં તબદિલ થતી જાય છે અને તેની સાથે ક્રાઈમ પણ જોડાઈ ગયું છે. સોશ્યલ મીડિયા સમાજને એક સૂત્રમાં બાંધી પણ શકે છે અને તોડી પણ શકે છે. કોઈની આબરૂ વધારી પણ શકે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈની આબરૂ ધૂળધાણી પણ કરી શકે છે. આ બેધારી તલવાર છે. સોશ્યલ મીડિયાને અંકુશમાં રાખવા માટેની માગણી શાંતિપ્રિય અને ભદ્ર સમાજ દ્વારા પણ વારંવાર ઉભી થતી રહે છે.

સોશ્યલ મીડિયા હબ બનાવીને મેસેજની આપ-લે પર નજર રાખવાની કેન્દ્ર સરકારની એક યોજના હતી પરંતુ તેનું બાળમરણ થયું છે કારણ કે સુપ્રીમ કોર્ટે તેની ટીકા કરી છે અને સુપ્રીમે ખુબ જ આકરું વલણ અપનાવીને કેન્દ્ર સરકારને એવો સવાલ કર્યો હતો કે, તમે શું દેશને જાસૂસી દેશ બનાવવા માગો છો ?

કેન્દ્ર સરકારી નીતિઆે અને કાર્યક્રમોના પ્રચાર અને પ્રસાર માટે સોશ્યલ મીડિયા હબ બનાવી જ શકે છે પરંતુ લોકોની આેનલાઈન ગતિવિધિઆે પર નજર રાખી શકાય નહી તેવી સુપ્રીમ કોર્ટની ટકોર હતી. કોર્ટના વલણ અંગે પ્રતિક્રિયા આપવાનો કોઈ ઈરાદો નથી પરંતુ એક હકિકત ઉડીને આંખે વળગે છે કે છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર જે તરેહ-તરેહની અફવાઆે ફેલાય છે તેને પગલે દેશમાં હિંસા પણ થાય છે અને અઘટિત ઘટનાઆે વધી રહી છે. સામાન્ય રીતે વિભિન્ન પ્લેટફોર્મ પર માહિતી મેળવવા પોતાની વાતને પ્રભાવક સ્વરૂપે રજૂ કરવા, સવાલ પૂછવા અને વિરોધ પ્રદશિર્ત કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ થઈ શકે છે પરંતુ તેની સાથે ઘણી બધી સમસ્યાઆે પેદા થઈ ગઈ છે.

હવે કેટલાક તત્વો સોશ્યલ મીડિયા પર નફરત ફેલાવવા લાગ્યા છે. કોઈપણ બાબતનું દુષ્પ્રચાર કઢંગી રીતે કરવામાં આવે છે. એક યા બીજા મુદ્દાઆે પર લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થાય છે. આ માત્ર ભારતની જ સમસ્યા નથી બલ્કે દુનિયાના અનેક દેશોમાં આ નવી સમસ્યા ચેલેન્જિ»ગ બની ગઈ છે.

બીજી બાજુ જોઈએ તો સોશ્યલ મીડિયા કંપનીઆે પોતાના પ્લેટફોર્મ પર સક્રિય થતા અરાજક અને ઉન્માદી તત્વોની વિરૂધ્ધ કાર્યવાહી કરવા અથવા ભડકાવ સામગ્રીનો પ્રસાર કરતાં તત્વોને રોકવામાં આનાકાની કરી રહી છે અને એ હકિકતથી સુપ્રીમ કોર્ટ પણ પરિચિત છે. થોડા દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે યૌન અપરાધના વીડિયો પ્રતિબંધિત કરવામાં દાંડાઇ કરતાં ગૂગલ અને ફેસબૂક સહિત તમામ કંપનીઆે પર એક-એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. આ કંપનીઆેએ આજ સુધી એ વાતની ચોખવટ પણ કરી નથી કે યૌન અપરાધના વીડિયોના પ્રસારને રોકવા માટે એમણે શું ઉપાય કર્યા છે ?

અત્યારે દેશમાં ભીડતંત્ર એટેલ કે ટોળાં દ્વારા થતી હિંસા એ કેન્દ્ર સરકારને ઉંચી-નીચી કરી નાખી છે અને રાજ્ય સરકારો પણ મૂંઝાઈ ગઈ છે. કેટલીક હિંસા ફકત એટલા માટે થઈ છે કે સોશ્યલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવામાં આવી હતી. કેટલાક સ્થળોએ એવી અફવા ફેલાવવામાં આવી હતી કે બાળકો ચોરી કરવાવાળા દેખાયા છે. આવા ખોટા મેસેજોને પગલે ટોળાંએ નિર્દોષ લોકોની ધોલાઈઆે પણ કરી છે અને હત્યાઆે પણ થઈ છે. આ બધી બાબતો અત્યંત ડેન્જરસ છે અને તેની ગંભીરતાથી નાેંધ લેવી જોઈએ તેમ દેશનો શાંતિપ્રિય સમાજ ઈચ્છે છે. સોશ્યલ મીડિયાના અલગ-અલગ પ્રકારના પ્લેટફોર્મ પર સક્રિય રહેલા અરાજક અને તોફાની તત્વો પર કાબુ કરવાની જરૂર છે. આમ તો સોશ્યલ મીડિયા સંવાદ, સંપર્ક અને પ્રચાર-પ્રસાર માટેનું એક પ્રભાવશાળી માધ્યમ છે પરંતુ સાથોસાથ એ પણ સચ્ચાઈ છે કે આ માધ્યમનો દુરુપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યાે છે. સો ટકા સુપ્રીમ કોર્ટની વાત સાચી છે કે લોકોની આેનલાઈન વાતચીત પર નજર રાખવાની કેન્દ્ર સરકારને છૂટ આપી શકાય નહી પરંતુ સોશ્યલ મીડિયા પર જે અફવા અને હિંસા ફેલાવવામાં આવી રહ્યા છે તેને રોકવા માટે સચોટ મિકેનિઝમ બનવું જોઈએ. જો દેશમાં અલગ-અલગ રાજ્યોમાં સોશ્યલ મીડિયાના અફવાને લીધે થતી હિંસાને રોકવી હોય તો આ મિકેનિઝમ જેટલું બને એટલું જલ્દી ઉભું કરવાની જરૂર છે. અત્યારે યુવા પેઢીના હાથમાં 24 કલાક મોબાઈલ ફોન રહે છે અને આ સ્થિતિનું શોષણ કરવા માટે તોફાની તત્વો એમને ઉશ્કેરવાની એક પણ તક જતી કરતા નથી. જો આમને આમ ચાલ્યું તો આ સોશ્યલ મીડિયા એક ભયંકર હિંસાનો સોર્સ બની જશે અને પછી તેને અટકાવવામાં આંખે અંધારા આવી જશે માટે કેન્દ્ર સરકારે તાબડતોબ કોઈ એવી તરકિબ શોધી કાઢવી જોઈએ કે જેનાથી આ કાયમની સમસ્યાનું નિવારણ થાય અને સોશ્યલ મીડિટાનો દુરુપયોગ કરનારા લોકો નિરાશ થાય. એમના તમામ રસ્તા બંધ થઈ જાય અને તોફાની તત્વોને સ્હેજ પણ તક ન મળે તે જોવાની હવે જરૂર છે અને હવે સમયનો તકાદો પણ છે. મોબાઈલ ફોનની સંખ્યા સતત વધી રહી છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો તેનો ઉપયોગ કરે છે તે તો સમજી શકાય છે પરંતુ અફવાને કાબુમાં રાખી શકાતી નથી તે સૌથી મોટી ચિંતાનો વિષય છે.

Comments

comments

VOTING POLL