સોિશ્યલ મીડિયા ઉપર લગામ

August 9, 2018 at 2:32 pm


સરકાર હવે બનાવટી ન્યૂઝ, અફવાઆે અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે ફેસબૂક, વ્હોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ એપને બ્લોક કરવાના રસ્તા વિચારી રહી છે. આ માટેના ઉપાયના સૂચવવા માટે ટેલિકોમ કંપનીઆે અને ઇન્ટરનેટ કંપનીઆેને પણ જાણ કરી છે. ખાસ કરીને ફેક ન્યૂઝને અંકુશમાં રાખવાની ચિંતા મોટો પ્રશ્ન બની છે. બનાવટી અને વાઇરલ મેસેજ કે અફવાઆેને કારણે દેશમાં હિંસક ઘટનાઆે બની હતી. જેને કારણે નિર્દોષ લોકો ભોગ બન્યા જે ખૂબ ગંભીર બાબત છે. 2019ની ચૂંટણીમાં ફેક ન્યૂઝના આધારે મતદારો પર પ્રભાવ પાડવાનો પણ પ્રયાસ થાય તેવો ભય સેવાઇ રહ્યાે છે ત્યારે સરકાર આ દિશામાં પગલાં લેવા માટે મજબુર બની હોય તેવું લાગી રહ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં સોિશ્યલ મીડિયામાં ફેલાયેલી અફવાથી તંગદિલી ફેલાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.થોડા સમય અગાઉ એસ.સી.એસ.ટી.ના મુદ્દે ભારત બંધનું એલાન પણ સોિશ્યલ મીડિયાની જ દેન હતી તે બધા જાણે છે. બદલતા જતા સમયની સાથે સાથે રહ્યાે છે.સોિશ્યલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે અને દેશમાં ઘણા તત્વો આવા ગેરફાયદા ઉઠાવી રહ્યા છે. કદાચ એટલે જ સરકાર વધુ ગંભીર બની છે.

સરકાર સોિશ્યલ મીડિયા ઉપર લગામ લગાવવા ઈચ્છે છે પરંતુ તે કેટલી સફળ રહેશે તે તો આવનારો સમય જ કહેશે.

Comments

comments

VOTING POLL