સૌની લાડલી બહુ અકસરા કરી શકે છે કાન ફિલ્મ ફેસ્ટિવલથી બોલિવુડમાં ડેબ્યુ….

February 5, 2019 at 6:08 pm


ટચુકડા પરદાની જાણીતી વહુ અકસરા સૌ કોઈના દિલો પર સીરિયલ યે રીશ્તા કયા કહેલાતા હૈ થી ફેમસ છે….તો સાથે જ બિગ બોસમાં એન્ટ્રી મારતા જ હિનાની ખુબસુરતીમાં ચાર ચાંદ લાગ્યા અને તે સૌ કોઈની લાડલી બની ગઈ ત્યારે બિગ બોસ ફેમ હિના ખાને જણાવ્યું કે, તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનાં બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ માટે રેડ કાર્પેટ પર વોક કરી શકે છે. પોતાના ફેન્સ સાથેની ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટ દરમિયાન હિનાએ પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે જણાવ્યું. હિનાએ જણાવ્યું કે, તે એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ સાથે પણ જોડાઈ છે.હિનાએ જણાવ્યું કે, 2019ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર તે પોતાના બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ માટે વોક કરી શકે છે અને વધુમાં કહ્યું કે, તે કાનમાં બીજા ફિલ્મનું શૂટિંગ પણ કરશે જે એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ છે જેનું શૂટિંગ જુલાઈમાં શરૂ થશે.

હિનાએ કસોટી ઝીંદગી કીની એક્ઝિટની અફવાને લઈને પણ વાત કરી. હિનાએ ખુલાસો કર્યો કે, એણે શો નથી છોડ્યો, બસ 5-6 મહિનાનો બ્રેક લીધો છે. વધુમાં તેને જણાવ્યું કે, શોમાં જ્યારે તેની જરૂર હશે ત્યારે એ પરત આવશે. આમ, હિનાની જાણે લોટરી લાગી હોય તેમ હવે બોલીવુડમાં કરી શકે છે એન્ટ્રી

Comments

comments

VOTING POLL