સૌની સેવામાં માનભાઇ પુસ્તકનું વાંચન કરી પરીક્ષા આપશે 50 હજાર વિદ્યાથ}આે

September 6, 2018 at 2:41 pm


વિદ્યાથ}આે શૈક્ષણિક કાર્ય સાથાે સાથ વાંચન પ્રત્યે અભિમુખ રહે, તે હેતુથી વડોદરાથી ગુજરાત શિષ્ટ વાચન પરીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા 69 વર્ષથી પ્રતિવર્ષ કોઇ એક ગુજરાતી વ્યકિતત્વને સાંકળી પુસ્તિકા તૈયાર કરવામાં આવે છે. માતૃભાષા સંવર્ધન સાથે રાજ્યના વિદ્યાથ}આે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનાર મહાનુભાવોથી પરિચિત બને તે શ્રેણી અંતર્ગત વર્ષ 2018 માટે ભાવનગર િસ્થત શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઇ ભટ્ટના જીવન ચરિÔયને સાંકળી તૈયાર થયેલ પુસ્તિકા ‘સૌની સેવામાં માનભાઇ’નું પ્રકાશન કર્યું છે.
ગુજરાત શિષ્ટવાચન પરીક્ષા કેન્દ્ર થકી રાજ્યના વિવિધ જિલ્લાઆેમાં 50 હજારથી વધુ વિદ્યાથ}આે લોકસેવક માનભાઇનું આ સંક્ષિપ્ત ચરિÔય વાંચી પરીક્ષા આપનાર છે. શિશુવિહાર સેવાકેન્દ્રના સ્થાપકની 110મી જન્મજયંતિ પ્રસંગે ભાવનગરની 40 માધ્યમિક શાળા, નગરપાલિકાની 54 શાળાઆે તથા જિલ્લા સ્કાઉટ-ગાઇડ સંઘ સાથે જોડાયેલ 5000થી વધુ વિદ્યાથ}આે શિષ્ટવાચન પરીક્ષા આપનાર છે જેઆેને શાળાસ્તરે શિશુવિહાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે.

Comments

comments