સૌરાષ્ટ્રના સૌથી મોટા ધ હેવન વોટર પાર્ક એન્ડ રિસોર્ટની જમાવટ

June 10, 2019 at 11:11 am


જેતપુર-રાજકોટ નેશનલ હાઈ-વે ઉપર કાગવડ ખોડલધામ અને વિરપુર જલારામ ધામના ત્રિભેટે 35 વિઘાથી વધુ જમીનમાં પથરાયેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા ઘ હેવન વોટર પાર્ક એન્ડ રિસોર્ટે ખૂબ જ આકર્ષણ જગાવ્યું છે. ખૂબ જ સ્વચ્છતા, ભવ્યતા અને સુંદર સંચાલનને કારણે ત્રણ માસ પહેલાં જ શરૂ થયેલા આ વોટર પાર્ક રિસોર્ટની ખ્યાતિ સૌરાષ્ટ્રના સીમાડા પાર કરી ગઈ છે.
ગાેંડલના રૈયાણી, ગજેરા અને ડોબરિયા પરિવારના મિત્રોએ રાજકોટ-પોરબંદર વેરાવળ નેશનલ હાઈ-વે ઉપર ભવ્ય વોટર પાર્ક અને રિસોર્ટની સુંદર પરિકલ્પના સાકાર કરી છે. જેમાં સંત શિરોમણી જલારામના ધામ વિરપુર અને લેઉવા પટેલ સમાજના આરાધ્ય દેવી ખોડલધામના ત્રિભેટા ઉપર 35 એકરથી વધુ જગ્યામાં વિરાટ અને ભવ્ય વોટરપાર્ક અને રિસોર્ટ માર્ચ માસથી અસ્તિત્વમાં આવતા જ તેને ખૂબ જ આવકાર મýયો છે અને સૌરાષ્ટ્રના સીમાડા પાર ગુજરાતભરમાંથી સહેલાણીઆે ઉમટી રહ્યાં છે.
આ વિશાળ ધ હેવન વોટરપાર્ક એન્ડ રિસોર્ટમાં 40 ટકા જેટલી જગ્યા પાર્કિંગને ફાળવવામાં આવી હોવાથી સહેલાણીઆેને શરૂઆતથી જ સુંદર અનુભવ થાય છે. તેમજ તેમાં વોટર પાર્કની વિવિધ રાઈડો તેમજ રિસોર્ટના દરિયાઈ થીમ ઉપર પોર્ટ રોયલ થ્રી સ્ટાર રેસ્ટોરેન્ટ પણ ખૂબ જ આકર્ષણ જમાવે છે. વિવિધ રાઈડોમાં વેવપૂલ, ફનેલ, સુપર લૂપ, મિનિ પેન્ડિલમ, આેપન બોડી, કલોઝ બોડી, ફેમિલી રાઈડઝ, કિડઝ એરિયામાં રિસોર્ટ પૂલ, રેઈન ડાન્સ સાથે 9 અવનવી રાઈડથી બાળકો ખૂબ જ આનંદ માળી રહ્યાં છે. હાલ વેકેશન પુરું થયું છે ત્યારે હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છના સહપરિવાર આવેલા સહેલાણીઆે રિસોર્ટ વોટર પાર્કના વખાણ કરતાં થાકતા નથી.
ધ હેવન વોટરપાર્ક એન્ડ રિસોર્ટ ખાતે વોટરપાર્કની અવનવી રાઈડો ઉપરાંત રેસ્ટોરેન્ટની અવનવી વાનગીઆે, બેન્કવેટ હોલ, પાર્ટી લોન્જ, ડિસ્કો થેક, ડી.જે., રેઈન ડાન્સ, વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ગાેંડલના કેતનભાઈ રૈયાણી, રસિકભાઈ રૈયાણી, કલ્પેશભાઈ ગજેરા, પ્રતિકભાઈ ડોબરિયા વગેરેના માર્ગદર્શન હેઠળ વોટરપાર્ક રિસોર્ટનો વિનયી સ્ટાફ પારિવારિક માહોલ ઉભો કરે છે. આખા વોટરપાર્ક એન્ડ રિસોર્ટમાં જુદી જુદી રાઈડોમાં ખૂબ જ ચોકસાઈ અને સ્વચ્છતાનો ખૂબ જ આગ્રહ રાખવામાં આવે છે. ઉપરાંત વિશાળ પાર્કિંગ અને કડક સિક્યુરિટી વ્યવસ્થા ધ હેવન વોટરપાર્ક એન્ડ રિસોર્ટનું મુખ્ય જમાપાસુ છે.
વિશાળ બેન્કવેટ હોલ, રિસોર્ટ હોટલ રૂમ, તેમજ દરિયાઈ થીમ ઉપર ધ પોર્ટ રોયલ રેસ્ટોરેન્ટને કારણે સૌરાષ્ટ્રભરમાંથી લોકો જન્મદિવસ, મેરેજ ડે સહિતની પાર્ટી ફંકશન માટે પણ આ રિસોર્ટને પસંદ કરવા લાગ્યા છે.

Comments

comments

VOTING POLL