સૌરાષ્ટ્રની ટીમે રંગ રાખ્યોઃ રણજી ટ્રાેફીમાં સેમિફાઇનલમાં પ્રવેશ

January 19, 2019 at 3:59 pm


લખનૌમાં રમાયેલા રણજી ટ્રાેફીના બીજા કવાર્ટર ફાઈનલ મેચમાં આજે સૌરાષ્ટ્રના ખેલાડીઆેએ સુંદર રમતનું પ્રદર્શન કરી ઉત્તરપ્રદેશને 6 વિકેટે પરાજય આપ્યો છે અને સેમિફાઈનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. પ્રથમ દાવમાં 84 રન અને બીજા દાવમાં શાનદાર 116 રન બનાવનાર સૌરાષ્ટ્રના હાવિર્ક દેસાઈને મેન આેફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. આ મેચમાં ચેતેશ્વર પૂજારા અને શેલ્ડન જેકશને પણ અડધી સદી ફટકારી હતી.
ઉત્તરપ્રદેશે પ્રથમ દાવમાં 385 રન કર્યા હતા તેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ 208 રનમાં આેલ આઉટ થઈ ગઈ હતી. આ પછી લિડ સાથે ઉતરેલી ઉત્તરપ્રદેશની ટીમ બીજા દાવમાં માત્ર 194 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રની ટીમે રન ચેઈઝ કરવામાં ઈતિહાસ સજ્ર્યો હતો અને ચાર વિકેટના ભોગે 372 રન બનાવી ઉત્તરપ્રદેશને પરાજયનો સ્વાદ ચખાડયો હતો.
સૌરાષ્ટ્ર હવે સેમિફાઈનલમાં કણાર્ટક સામે રમશે. સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટે પ્રથમ દાવમાં ઉત્તરપ્રદેશની પાંચ વિકેટ લઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કયુંર્ હતું.
લખનૌના ઈકામા સ્ટેડિયમ પર રમાઈ રહેલી રણજી ટ્રાેફીની સૌરાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં જીતવા માટે 372 રનના લક્ષ્યાંક સામે સૌરાષ્ટ્રે ચોથા દિવસની રમતના અંત સુધીમાં બે વિકેટના ભોગે 195 રન નાેંધાવ્યા હતાં અને સૌરાષ્ટ્રનું પલડું ભારે થઈ ગયું હતું. સૌરાષ્ટ્રને મેચ જીતવા માટે તેને 177 રનની જરુર હતા.
ઉત્તરપ્રદેશે પ્રથમ બેટિંગ કરતાં 385 રન નાેંધાવ્યા હતા તો જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ 208 રનમાં આઉટ થઈ જતાં યુપીને 177 રનની મહÒવપૂર્ણ લીડ મળી હતી. આ લીડ સાથે તેણે બીજી ઈનિંગ્સની શરુઆત કરી હતી પરંતુ સૌરાષ્ટ્રના બોલરોની ચુસ્ત બોલિંગને કારણે તે 194 રનમાં જ આઉટ થઈ જતાં સૌરાષ્ટ્રને જીતવા માટે 372 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બીજી ઈનિંગ્સમાં યુપી વતી રાહુલ રાવતે 37, મોહમ્મદ સૈફે 48, પ્રિયમ ગર્ગે 25 અને ઉપેન્દ્ર યાદવે 35 રનનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્ર વતી બોલિંગમાં ધર્મેન્દ્ર જાડેજાએ ચાર, ચેતન સાકરીયાએ ત્રણ, જયદેવ ઉનડકટે બે અને કમલેશ મકવાણાએ એક વિકેટ ઝડપી હતી. યુપીના 372 રનના લક્ષ્યાંક સામે ટીમ સૌરાષ્ટ્રે ચોથા દિવસની રમતના અંત સુધીમાં બે વિકેટના ભોગે 195 રન નાેંધાવી લીધા છે જેમાં સ્નેલ પટેલ 72 અને વિશ્વરાજસિંહ જાડેજા 35 રન નાેંધાવી આઉટ થયા હતા.

Comments

comments

VOTING POLL