સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા પોસ્ટ આેફિસનો ‘ઉદ્ઘાટન’ વિના જ પ્રારંભ…!

August 16, 2019 at 4:09 pm


સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા પોસ્ટ આેફિસનો ‘ઉદ્ઘાટન’ વિના જ પ્રારંભ કરી દેવાતાં ભારે આòર્ય સજાર્યું છે. બહુમાળી ભવન ખાતે ચાલતી પોસ્ટ આેફિસને મહિલા પોસ્ટ આેફિસમાં રૂપાતંરીત કરાઈ છે. ઉદ્ઘાટન સમારોહમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટના એકપણ ઉચ્ચ અધિકારીઆે ન ફરકતા વિધિવત પ્રારંભ કર્યા વિના જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવી નવી સુવિધાઆે શરૂ કરવામાં હંમેશા અવ્વલ રહેતાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં પ્રારંભે શૂરા રહે બાદમાં અધિકારીઆેમાં નિરસતા જોવા મળે છે.
સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા પોસ્ટ આેફિસ રાજકોટમાં કાર્યરત બહુમાળી ભવન ખાતે ચાલતી પોસ્ટ આેફિસ ને મહિલા પોસ્ટ આેફિસમાં પરિવતિર્ત કરાઈ પોસ્ટલ ની તમામ કામગીરી મહિલા મોરચો સંભાળશે આજકાલ પ્રતિનિધિ રાજકોટ સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા પોસ્ટ આેફિસ રાજકોટ ખાતે કાર્યરત થઈ છે શહેરના બહુમાળી ભવન ખાતે મહિલા પોસ્ટ આેફિસ શરુ કરવામાં આવી છે જેમાં એક એસ પી એમ સહિત ત્રણ કર્મચારીઆે કામગીરી બજાવશે. અગાઉ એજી આેફિસ ખાતે ચાલતી પોસ્ટ આેફિસમાં મહિલા સંચાલિત પોસ્ટ આેફિસ ચાલતી હતી. આ પોસ્ટ આેફિસ મઝે કરવામાં આવતા આ આેફિસ બંધ કરવામાં આવી હતી તાજેતરમાં મુખ્ય પોસ્ટ આેફિસ દ્વારા નિર્ણય લેવાયો હતો કે બહુમાળી ભવન માં ચાલતી પોસ્ટ આેફિસ મા મહિલા પોસ્ટ આેફિસ શરુ કરવામાં આવે, જે અનુલક્ષીને બે દિવસ પૂર્વે ત્રણ મહિલા અધિકારીઆેના સ્ટાફ સાથે કામગીરી શરુ કરી દેવામાં આવી છે જેમાં એક એસ પીએમ, એક પોસ્ટર માસ્ટર અને અન્ય એક કર્મચારી સાથે કાર્ય શરુ કરી દેવાયું છે આ અંગે મહિલા પોસ્ટ આેફિસ નો ચાર્જ સંભાળતા મંજુબેન અણદાણી જણાવ્યું હતું કે, અહી રજિસ્ટર લેટર, પાર્સલ સુવિધા, મની આેર્ડર, ગેસ અને ટેલીફોનના બીલ, બચત ખાતા ની કામગીરી ઉપરાંત આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી પણ પોસ્ટ ધારકો કરાવી શકશે. હજુ તો પોસ્ટ આેફિસ શરુ થયાને ત્રણ દિવસ નથી થયા ત્યાં જ ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યાે છે રેસકોર્સ વિસ્તારમાં જ આ પોસ્ટ આેફિસ ની સેવા ઉપલબ્ધ હતા આસપાસના તમામ વિસ્તારો ના લોકોને લાભ મળી રહ્યાે છે ખાસ કરીને મહિલાઆે સાથે જ સંકલન કરવાનું હોવાથી મહિલા ગ્રાહકો ખુશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટ આેફિસ માં આધુનિકરણ થઈ રહ્યું છે પ્રાેજેક્ટ એરો ને પણ ખૂબ સફળતા મળ્યા બાદ પોસ્ટ આેફિસ ડિજિટલાઈઝશન તરફ વળી રહી છે.

Comments

comments

VOTING POLL