સૌરાષ્ટ્રમાં દેવદિવાળીની ઉજવણી શેરડીથી શણગારેલા મંડપમાં ઠેર ઠેરતુલસી વિવાહનું આયોજન આજકાલ પ્રતિનિધિ રાજકોટ

આજે દેવદિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે.કારતક સુદ અગિયારસને પ્રબોધિની એકાદશી એટલે કે દેવદિવાળી તરીકે મનાવવામાં આવે છે.અષાઢ સુદ એકાદશીના દિવસે દેવતા પોઢી જાય છે અને કારતક સુદ અગિયારસના દિવસે દેવતાઆેના જાગે છે એટલે આજે દેવદિવાળીએ છે .તુલસી વિવાહ ના પ્રસંગની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે.
દિવાળીના તહેવારની જેમ દેવ દિવાળીનું પણ વિશેષ મહત્વ રહેલું છે. દેવ દિવાળીના દિવસે સવારે આંગણામાં રંગોળી અને દીપ પ્રાગટé સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. દેવદિવાળીને દેવઊઠી એકાદશી તરીકે પણ આેળખવામાં આવે છે ભગવાન વિષ્ણુ 4 માસની નિદ્રા પૂરી કરી શીર્ષગર માં આવે છે. જેને દીવ ઉઠી એકાદશી તરીકે મનાવવામાં આવે છે .આજથી શરુ થતા શુભ મુહંર્તો આગામી તારીખ 14 ડિસેમ્બર સુધી ચાલશે. સૌપ્રથમ ભગવાન શાલિગ્રામ અને તુલસીજીના વિવાહ બાદ લગ્ન પ્રસંગની મોસમ શરુ થાય છે.
કહેવાય છે કે બલિ રાજાને ત્યાં ભગવાન વિષ્ણુ ચાર માસ સુધી દ્વારપાળ નું કાર્ય કરી અને પાછા ફરે છે અને તુલસીજી સાથે વિવાહ કરે છે. આ દિવસથી લગ્ન તેમજ અન્ય શુભ કાર્યોની શરુઆત થશે. આ વર્ષે 20 નવેમ્બર થી લગ્નગાળાની સિઝન શરુ થઇ રહી છે.
દેવ દિવાળીએ ઘરે-ઘરે શેરડીના મંડપનું શણગાર કરવામાં આવે છે. જેમાં ભગવાન શાલિગ્રામ અને તુલસીજીના વાજતે ગાજતે વિવાહ સંપન્ન થાય છે. આજે કારતક સુદ એકાદશીથી ચાતુમોસનો નો સમય પણ પૂરો થાય છે અને સૌરાષ્ટ્રમાં ગિરનારની પરિક્રમા નો જય ભોલેનાથ ના નાદ સાથે પ્રારંભ થયો છે.