સૌરાષ્ટ્ર્રમાં એકમાત્ર રાજકોટમાં લેવાનારી યુપીએસસીની પરીક્ષા: ૩૮૧૬ ઉમેદવારો

April 29, 2019 at 5:05 pm


Spread the love

આગામી તા.૨ જૂનના રોજ રાજકોટ ખાતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતમાં માત્ર બે શહેરોમાં અને સૌરાષ્ટ્ર્રમાં એકમાત્ર રાજકોટ ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.

અત્યાર સુધી યુપીએસસીનું સેન્ટર એકમાત્ર અમદાવાદ ખાતે હતું પરંતુ રાજકોટ જિલ્લાના પૂર્વ કલેકટર મનિષા ચંદ્રાના પ્રયાસોથી રાજકોટને છેલ્લા પાંચ વર્ષથી એકઝામ સેન્ટર ફાળવવામાં આવે છે અને અહીંની વ્યવસ્થા નિહાળીને યુપીએસસીના દિલ્હીના સત્તાવાળાઓ સંતોષ વ્યકત કરી રહ્યા છે. આગામી તા.૨ જૂનના રોજ યોજાનારી યુપીએસસીની પરીક્ષા રાજકોટમાં મહિલા કોલેજ, એસ.એન.કે., જી.ટી. શેઠ, કેન્દ્રીય વિધાલય, કરણસિંહજી હાઈસ્કૂલ, કે.જે. કુંડલિયા કોલેજ, યુનિવર્સિટી કેમ્પસ પરના બે ભવનો સહિતના અલગ–અલગ ૧૩ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. સૌરાષ્ટ્ર્રમાંથી કુલ ૩,૮૧૬ ઉમેદવારો પરીક્ષા આપશે. સવારે ૧૦થી ૧ અને બપોરે ૩થી ૬ એમ બે સત્રમાં પરીક્ષા લેવામાં આવશે. આજે બપોરે રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુાના અધ્યક્ષસ્થાને ચીફ કો–ઓડિર્નેટરોની એક બેઠક મળી હતી અને તેમાં પરીક્ષાના આયોજન સંદર્ભે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી