સૌરાષ્ટ્ર્ર–કચ્છનો ટ્રેન વ્યવહાર બંધ: અનેક ટ્રેનો રદ અથવા આંશિક રદ

June 12, 2019 at 6:45 pm


સૌરાષ્ટ્ર્રના સાગરકાંઠે મંડરાઈ રહેલા ‘વાયુ’ વાવાઝોડાને પગલે કોઈ ખાનાખરાબી ન સર્જાય તે માટે તકેદારી સ્વરૂપે રેલવે તત્રં દ્રારા સૌરાષ્ટ્ર્ર–કચ્છના ટ્રેન વ્યવહારમાં અનેક લાંબા અંતરની ટ્રેનોને આંશિક રીતે કે સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ, અમરેલી, દેલવાડાને આવરી લેતી મીટર ગેજ ટ્રેનનો વ્યવહાર બે દિવસ સંપૂર્ણ બધં કરવામાં આવ્યો છે.

પ્રા વિગતો મુજબ આજે સાંજ સુધીમાં ‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્ર્રના સાગરકાંઠાને ધમરોળવા આવી પહોંચનાર હોવાની આગાહીના પગલે રેલવે તત્રં દ્રારા આજ બપોરથી જ અનેક ટ્રેનો આંશિક રદ અથવા રદ કરવાના નિર્ણયો લીધા છે તેમાં અનેક ટ્રેનોને રાજકોટ, અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનો ખાતે માર્ગમાં રોકી લેવા ઉપરાંત વળતા પણ ત્યાંથી જ જવા દેવાનો નિર્ણય લીધો છે.

આજે રાત્રે આવનારી ગોહતી–ઓખા ટ્રેન રાત્રે રાજકોટ ખાતે જ રોકી લેવામાં આવશે. આ ઉપરાંત મધરાત બાદની સોમનાથ–ઓખા, ઓખા–સોમનાથ ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે. ૫૯૨૦૭ ભાવનગર–ઓખા લોકલ રાજકોટ ખાતે રોકી લેવામાં આવી છે જે ઓખા નહીં જાય તેમજ રાતની ઓખા–ભાવનગર પણ રાજકોટ ખાતે રોકી લેવામાં આવશે, ભાવનગર નહીં જાય. હાવરા–પોરબંદર ટ્રેનને અમદાવાદ રોકી લેવામાં આવશે જે આવતીકાલે અમદાવાદથી નિર્ધારિત સમયે હાવરા જશે. આ ટ્રેન અમદાવાદ–પોરબંદર–અમદાવાદ વચ્ચે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓખા–હાવરા ૨૨૯૦૫ ટ્રેન રદ કરવામાં આવી છે.

આજે ૧૧૪૬૪ જબલપુર–સોમનાથ ટ્રેન આજે રાજકોટ રોકી લેવામાં આવી છે અને તા.૧૪મીએ રાજકોટથી જ સોમનાથ–જબલપુર તરીકે ઉપડશે. એવી જ રીતે સોમનાથ–જબલપુર ટ્રેન ૧૧૪૬૩ પણ રદ કરવામાં આવી છે. વેરાવળ–ઈન્દોર મહામના એકસપ્રેસ કાલે તા.૧૩મીએ વેરાવળ–રાજકોટ વચ્ચે રદ કરવામાં આવ્યો છે. બાંદ્રા–ભાવનગર ૧૨૯૭૧ એકસપ્રેસ ટ્રેન સાબરમતી ખાતે રોકી લેવામાં આવેલ છે અને તે અન્ય ટ્રેનની રેક તરીકે ઉપયોગમાં લેવાશે. એવી જ રીતે ગાંધીનગર–ભાવનગર આજે રદ કરવામાં આવી છે. મુંબઈ–પોરબંદર સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસ આજે સુરેન્દ્રનગર ખાતે રોકી લઈ અને કાલે સુરેન્દ્રનગરથી મુંબઈ રવાના કરવામાં આવશે. એવી જ રીતે સિકંદરાબાદ–પોરબંદર ૧૯૨૦૧ ટ્રેન રાજકોટ ખાતે રોકી લેવાશે. રાજકોટ–પોરબંદર વચ્ચે રદ કરવામાં આવી છે.
દાદર–ભુજ ૧૯૧૧૫ ટ્રેન અમદાવાદ ખાતે રોકીને ભુજ સુધી રદ કરવામાં આવી છે. યારે બાંદ્રા–ભુજ બન્ને ટ્રેન પણ આજે અમદાવાદ ખાતે રોકીને ભુજ સુધી રદ કરવામાં આવી છે તેમજ નગરકોઈલ–ગાંધીધામ ૧૬૩૩૬ ટ્રેન અમદાવાદ ખાતે રોકી લેવામાં આવી છે. આ ઉપરાંત બરેલી–ભુજ ટ્રેન પણ આબુ રોડ રેલવે સ્ટેશને રોકી લેવાશે અને ત્યાંથી જ બરેલી રવાના કરાશે.

Comments

comments

VOTING POLL