સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં આજે પણ હિટવેવની આગાહી

March 27, 2018 at 11:46 am


છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં હિટવેવ કન્ડિશન સર્જાવા પામી છે. સમગ્ર રાયમાં સૌથી ઉંચું તાપમાન ગઈકાલે પોરબંદરમાં ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. યારે સુરેન્દ્રનગર, મહુવા, ભુજ, કંડલા અને સુરતમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે દ્રારકા, જૂનાગઢ, પોરબંદર અને દીવમાં મહત્તમ તાપમાનનો પારો વધુ ઉંચો જશે અને તેના કારણે આવા વિસ્તારોમાં હિટવેવની વધુ તીવ્ર અસર જોવા મળશે.
ગઈકાલે પોરબંદરમાં મહત્તમ તાપમાન ૪૨.૫, સુરેન્દ્રનગરમાં ૪૧.૩, મહુવા–ભુજમાં ૪૧.૨ અને કંડલામાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં એકમાત્ર સુરત ખાતે ૪૧.૮ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. આ ઉપરાંત ડિસા, ગાંધીનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, વેરાવળ, દીવ, નલિયા સહિતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને ક્રોસ કરી ગયું છે.
આજે દિવસનો પ્રારભં પણ ઉંચા લઘુત્તમ તાપમાન સાથે થયો છે. રાજકોટમાં ૨૨.૫, ભાવનગરમાં ૨૪.૬, પોરબંદરમાં ૨૦.૬, વેરાવળમાં ૨૩.૭, દ્રારકામાં ૨૨.૫, ઓખામાં ૨૫.૨, ભુજમાં ૨૩.૪, સુરેન્દ્રનગરમાં ૨૨.૮, કંડલામાં ૨૩.૯, અમરેલીમાં ૨૩.૩, મહુવામાં ૨૦.૫ ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં સવારે ૮–૩૦ વાગ્યે લઘુત્તમ તાપમાન એકાએક ઉંચકાયું છે અને ૨૮.૨ ડિગ્રી નોંધાયું છે

Comments

comments

VOTING POLL