સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ગરમીનો પારો ઉંચકાયો: દક્ષિણ ગુજરાતમાં હીટવેવની ચેતવણી

May 22, 2019 at 11:30 am


વાદળિયું વાતાવરણ નબળું પડયું છે અને રાજકોટ, અમરેલી, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી પુરી થઈ ગઈ છે. વાતાવરણ સ્વચ્છ બનતાં જ ગરમીનું જોર વધ્યું છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી છે.
ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને ગુજરાતના ૧૩ સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. સૌથી ઉંચું તાપમાન કંડલા એરપોર્ટ ઉપર ૪૩.૧ ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં ૪૧, સુરેન્દ્રનગરમાં ૪૨.૩, ભુજમાં ૪૦.૧, અમરેલીમાં ૪૨.૫, અમદાવાદમાં ૪૧.૯, ડિસામાં ૪૦.૪, ગાંધીનગરમાં ૪૨.૬, વિધાનગરમાં ૪૦.૯, વડોદરામાં ૪૧.૮ અને સુરતમાં ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ગરમીની સાથોસાથ બફારો પણ વધી ગયો છે. રાજકોટમાં ૭૬, પોરબંદરમાં ૭૯, દ્રારકામાં ૮૫, ઓખામાં ૮૧, ભુજમાં ૮૭, નલિયામાં ૭૪, કંડલામાં ૭૨, દીવમાં ૮૩ ટકા ભેજ સવારે નોંધાયો છે

Comments

comments

VOTING POLL