સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં હિટવેવની આગાહી: સાત શહેરોમાં ૪૦ ડિગ્રીને પાર કરતો તાપમાનનો પારો

March 26, 2018 at 12:01 pm


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત ગુજરાતમાં સાત શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે અને હજુ ૨૪ કલાક સુધી હિટવેવ કન્ડિશન જળવાઈ રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિટવેવની વધુ અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અમરેલી, રાજકોટમાં ૪૦, સુરતમાં ૪૦.૮, પોરબંદરમાં ૪૦.૯, વેરાવળમાં ૪૧, સુરેન્દ્રનગરમાં ૪૦.૩, ભુજમાં ૪૦.૨ અને કંડલામાં ૪૦.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો પણ એકાએક ઉંચકાયો છે. રાજકોટમાં ૨૪, વેરાવળમાં ૨૫.૪, દ્રારકામાં ૨૬.૬, ઓખામાં ૨૬.૧, ભુજમાં ૨૪.૪, સુરેન્દ્રનગરમાં ૨૨.૮, કંડલામાં ૨૩.૮, અમરેલીમાં ૨૦, મહુવામાં ૧૮.૯ ડિગ્રી નોંધાયું છે

Comments

comments

VOTING POLL