સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પ્લેસમેન્ટવાળા ૩૧૮ કર્મચારીઓને બોન્ડમાંથી મુકિત

April 15, 2019 at 4:49 pm


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતાં પ્લેસમેન્ટવાળા ૩૧૮ કર્મચારીઓને અગાઉ બોન્ડ ભરવાની અથવા તો બેન્ક એફ.ડી. મુકવાનો આદેશ કરાયો હતો પરંતુ આખરે યુનિવર્સિટીના સત્તાવાળાઓએ આ આદેશ પરત ખેંચ્યો છે અને તમામ કર્મચારીઓને બોન્ડ ભરવામાંથી કે બેન્કની ફિકસ ડિપોઝીટ મુકવામાંથી મુકિત આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સિનિયર સિન્ડિકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્લેસમેન્ટવાળા કર્મચારીઓના બોન્ડના મુદ્દે કુલપતિ નીતિનભાઈ પેથાણી, કુલનાયક ડો.વિજયભાઈ દેસાણી અને સિન્ડિકેટ સભ્ય નેહલભાઈ શુકલની મિટિંગ મળી હતી અને તેમાં આ નિર્ણય લેવાયો છે.
અગાઉના નિર્ણય મુજબ બોન્ડ અથવા તો એફ.ડી. ફરજિયાત બનાવાયું હતું અને કર્મચારીઓને તેમનો એક પગાર ડિપોઝીટપેટે જમા કરાવવાની પણ સૂચના આપવામાં આવી હતી. પ્લેસમેન્ટવાળા કર્મચારીઓને પગાર ધોરણ ઓછો મળે છે અને તેવા સંજોગોમાં તેમની પાસેથી બોન્ડ એફ.ડી. કે ડિપોઝીટ પેટે એક મહિનાનો પગાર લેવાની વાત યોગ્ય ન જણાતા આ નિર્ણય લેવાયો છે

Comments

comments

VOTING POLL