સૌરાષ્ટ્ર્ર હનુમાન ભકિતમાં લીન: ‘જય બજરગં બલી’ના નાદ સાથે શોભાયાત્રા

April 19, 2019 at 11:00 am


‘કેસરીનંદન અતુલિત ધામા… જય… જય હનુમાન’ના ગગનભેદી નાદ સાથે પવનપુત્ર હનુમાનજીના જન્મના વધામણાં સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં હર્ષેાલ્લાસ સાથે કરાયા હતા. આજે હનુમાન જયંતીએ ઠેર–ઠેર પૂજન, માતિયજ્ઞ, તુમ રક્ષક કાહત્પં કો ડરના… જય… જય… હનુમાન ગોસાઈના જાપ સાથે સૌરાષ્ટ્ર્ર હનુમાન ભકિતમાં લીન થયું છે. ‘જય જય બજરગં બલી’ના નાદ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી.
ટંકારામાં હનુમાન જયંતીની ઉજવણી
ટંકારાના હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરાયેલ. ટંકારાના કષ્ટ્રભંજન હનુમાન મંદિર, પંચમુખી હનુમાન મંદિર, ફળિયા હનુમાન મંદિર, ચિત્રકૂટ હનુમાન મંદિર, મોરબી નાકા હનુમાન મંદિર વિગેરે મંદિરોમાં ઉજવણી કરાયેલ. સવારે પૂજા, આરતી, મહાઆરતી યોજાયેલ. પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મહતં રામદાસ બાપુ દ્રારા મહાપ્રસાદનું આયોજન છે. રાત્રીના ધૂન–ભજન તથા સુંદરકાંડના પાઠ કરાશે.
અમરેલી
અમરેલીના લાઠી રોડ પરથી જ દર વર્ષે વેપારીઓ અને સામાજીક સંસ્થાઓ દ્રારા પ્રાણી ઠંડા પીણા શેરડીનો રસ શરબત ગરમાગરમ ભજીયા ગાંઠીયા જલેબી દરેક જાતના ફ્રટ લચ્છી આઇસક્રીમ અને આખા જમણવાર સહિતની વ્યવસ્થાના સ્ટોલ અમરેલી થી ભુરખીયા જવાના રસ્તે ઊભા કરે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં નીકળતા પદયાત્રીઓને જય ભુરખીયા દાદા જય ભુરખીયા દાદા નાં નામ સાથે પ્રેમથી ખવડાવે પીવડાવે છે. ગઇકાલે રાત્રે પણ દર વર્ષની માફક આ વર્ષે પણ તરબૂચ ના બનાવેલા સ્ટોલ પર અમરેલીના ઉમેદવાર અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ ભાવિકો પદયાત્રીઓ માટે તરબૂચ સુધારતા નજરે પડા હતા. વર્ષેાથી થતી આ અમરેલી થી ભુરખીયા ની ૩૬ કિલોમીટરની પદયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાય છે આખી રાત ચાલીને સવારે ભુરખીયા ગામે ભુરખીયા હનુમાનજીના મંદિરે પહોંચે છે. અને ભુરખીયા ગામે મેળો ભરાય છે અને આખા મંદિરને સાજ–શણગાર કરાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર્રમાં ભુરખીયા હનુમાનજી નું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે જાણીતી અભિનેત્રી આશા પારેખના ઇષ્ટ્રદેવ છે. આશા પારેખ અને તેનો પારેખ પરિવાર પણ ઘણીવાર અહીં દર્શન કરવા આવે છે. ભુરખીયા ગામે હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે ઘણી બધી સંસ્થાઓ તેમજ વ્યકિતગત રીતે શ્રદ્ધાળુઓ દ્રારા થાળ ધરાય છે. લાઠી તાલુકાના આ ભુરખીયા મંદિર ખૂબ જ મોટું આસ્થાનું કેન્દ્ર છે. દર શનિવારે પણ આજુબાજુના ગામ લોકોના તેમજ અમરેલી જિલ્લામાંથી શ્રદ્ધાળુ ભકતજનો દ્રારા ત્યાં થાળ ધરાય છે અને જુદા જુદા થાળ વાળાઓને રસોડાની વગેરે જુદી જુદી વ્યવસ્થા ભુરખીયા મંદિર ટ્રસ્ટ દ્રારા કરી આપે છે. ભુરખીયા મંદિરે ઘણા વર્ષેાથી કાયમ અન્નક્ષેત્ર ચાલુ જ છે બહારગામથી આવતા ભાવિકો રોજ ભુરખીયા મંદિરે પ્રસાદનો લાભ લે છે, ભુરખીયા મંદિરે રોકાણની પણ વ્યવસ્થા છે. ગુજરાત ભરમાંથી ભાવિકો શ્રદ્ધાળુઓ ભુરખીયા મંદિરે દર્શને આવે છે. ભુરખીયા મંદિરની બહાર ઘણી બધી દુકાનો શ્રીફળ સાકર પ્રસાદના કાઉન્ટર વેપારીઓએ બનાવેલા છે. યાં તમામ પ્રકારનું ધાર્મિક સાહિત્ય શ્રીફળ તેલ અગરબત્તી ધૂપ વગેરે મળે છે. આમ ભુરખીયા દાદા નુ મંદિર એ સૌરાષ્ટ્ર્રનું સૌથી મોટું હનુમાનજીનુ ધામ છે

Comments

comments

VOTING POLL