સૌરાષ્ટ્ર કક્ષાના કલા મહાકુંભમાં સંસ્કાર ગ્રુપ થયું વિજેતા જાહેર

August 27, 2018 at 12:30 pm


રાસની રાજ્ય સ્પર્ધામાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે ભાવનગર ટીમ

તાજેતરમાં જામનગર ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ રાસ સ્પર્ધામાં કલાનગરી ભાવનગરના સંસ્કાર ગ્રુપની ટીમે ડંકો વગાડéાે છે અને પ્રથમ સ્થાન આવી ચેિમ્પયન બનતા હવે સંસ્કાર ગ્રુપની આ ટીમ સમગ્ર રાજ્ય કક્ષાએ યોજાનારી રાસની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
રાસની ટીમમાં યશ પટેલ,કર્ણવ વસોયા, કિશન ધોળકિયા, ચેતન ચૌહાણ, દીપેશ બારડ, કૃપાલસિંહ ગોહિલ,તન્વી પુરોહિત, વનિતા પટેલ, શ્વેતા રાઠોડ, રિિÙ ડોડીયા, પિન્કી બારૈયા, વૈભવી ચુડાસમા, મહિપાલસિંહ ગોહિલ તેમજ અન્ય સાથી કલાકારો એ આ શ્રેય પ્રાપ્ત કર્યો હતો.
સહાયકો તરીકે જલયભાઈ પાઠક, શ્યામ ભાઈ મકવાણા, શરદભાઈ જોશી અને હિમાંશુ વાળાએ સાથ આપ્યો હતો . સમગ્ર ટીમનું નેતૃત્વ તેમજ કોરિયોગ્રાફી કિતિર્દેવસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL