સૌરાષ્ટ્ર-કચ્છમાં જાણે ઉનાળાની એન્ટ્રીઃ 12 શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36.6 ડિગ્રી

February 22, 2018 at 12:03 pm


સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં જાણે ઉનાળાની એન્ટ્રી થઈ ગઈ હોય અને મોડીસાંજથી સવાર સુધી ગરમીમાં રાહત સિવાય આખો દિવસ આકરો તાપ લોકો અનુભવી રહ્યા છે. રાજ્યના 12 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35થી 36.6 ડિગ્રી સુધી પહાેંચી ગયો છે. ભુજમાં 36.6, અમરેલીમાં 36, ઈડરમાં 36.6, મહુવામાં 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.

અન્ય શહેરોના મહત્તમ તાપમાન પર નજર નાખીએ તો અમદાવાદમાં 35, ડિસામાં 35.9, વડોદરામાં 35.6, સુરતમાં 35.6, રાજકોટમાં 35.6, પોરબંદરમાં 35.2, સુરેન્દ્રનગરમાં 35.8, કંડલામાં 35.8 ડિગ્રી નાેંધાયું છે. જ્યારે આજનું લઘુત્તમ તાપમાન રાજકોટમાં 19.3, ભુજમાં 16.8, અમરેલીમાં 19.8, નલિયામાં 20 ડિગ્રી રહેવા પામ્યું છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે વધુ રહેતું હોવાથી દિવસનો પ્રારંભ ખુશનુમા વાતાવરણમાં થાય છે. આજે રાજકોટમાં 78, પોરબંદરમાં 98, દ્વારકામાં 87, આેખામાં 89, નલિયામાં 93 ટકા ભેજ નાેંધાયો છે.

Comments

comments

VOTING POLL