સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ: 9 શહેરોમાં 40થી 42 ડિગ્રી

April 16, 2018 at 11:20 am


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાંના કારણે ગયા સપ્તાહે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી નીચે રહ્યા બાદ ફરી કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શ થઈ ગયો છે. રાજ્યના 9 શહેરોમાં 40થી 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સૌથી ઉંચું તાપમાન અમરેલીમાં 42 ડિગ્રી રહેવા પામ્યું છે. ભાવનગરમાં 40, રાજકોટમાં 41.1, સુરેન્દ્રનગરમાં 41.6, ભુજમાં 40, કંડલામાં 41.9, અમદાવાદમાં 40.3, વિદ્યાનગરમાં 40.1, વડોદરામાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ વધુ ભેજ સવારે જોવા મળે છે અને તેના કારણે ગરમીની સાથોસાથ બફારો પણ ચાલુ થઈ ગયો છે. વેરાવળમાં 90, દ્વારકામાં 91, ઓખામાં 86, રાજકોટમાં 64, ભુજમાં 77, નલિયામાં 82, દીવમાં 92 ટકા ભેજ નોંધાયો છે.

Comments

comments