સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે ફૂલગુલાબી ઠંડીઃ આખો દિવસ ગરમી

February 12, 2019 at 11:24 am


સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હતું અને તેના કારણે સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. જો કે, ગઈકાલની સરખામણીએ આજે લઘુત્તમ તાપમાનનો પારો 4થી 5 ડિગ્રી જેટલો ઉંચકાયો હતો અને તેના કારણે આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. ગિરનાર પર્વત ઉપર આજે લઘુત્તમ તાપમાન 6.1 ડિગ્રી અને જૂનાગઢ શહેરમાં 11.1 ડિગ્રી નાેંધાયું છે. ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું છે.

ગઈકાલે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને આજે 14.7 ડિગ્રી નાેંધાયું છે. નલિયામાં આજે તાપમાનનો પારો 8 ડિગ્રી જેટલો ઉંચકાયો હતો. ગઈકાલે 5.8 ડિગ્રી અને આજે 13.2 ડિગ્રી નલિયાનું લઘુત્તમ તાપમાન રüંુ છે. ભુજમાં ગઈકાલે 10.4 અને આજે 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નાેંધાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યના એક પણ સેન્ટરમાં આજે લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં રહ્યું નથી અને પારો ડબલ ફિગરમાં આવી ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં 10.6 ડિગ્રી રહેવા પામ્યું છે. મહુવામાં 11.7, ભાવનગરમાં 13.8, પોરબંદરમાં 15.6, વેરાવળમાં 15.7, દ્વારકામાં 16.6, આેખામાં 19.8, સુરેન્દ્રનગરમાં 14 અને કંડલામાં 10.8 ડિગ્રી નાેંધાયું છે.

મહત્તમ તાપમાનનો પારો પણ ઉંચકાયો છે અને રાજકોટમાં 31, ભુજમાં 30.6, નલિયામાં 29.6, સુરેન્દ્રનગરમાં 30.8, કંડલામાં 31, મહુવામાં 32.8, પોરબંદરમાં 31.2 ડિગ્રી નાેંધાયું છે. આજે સવારે રાજકોટમાં ભેજનું પ્રમાણ 32, ભુજમાં 36, નલિયામાં 31 અને અમરેલીમાં 39 ટકા રહેવા પામ્યું છે.

Comments

comments

VOTING POLL