સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે જોરદાર ઠાર-ધુમ્મસઃ આખો દિવસ ગરમી

February 21, 2019 at 11:59 am


સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં આજે સવારે ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી ગયું છે. રાજકોટ, આેખા, દીવ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં 90 ટકા ભેજ થઈ જતાં સવારે અનેક સ્થળોએ ઠાર અને ધુમ્મસ જોવા મળ્યું હતું. જો કે, બપોરે કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ હતી. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ ઠંડીનો ચમકારો શનિવારથી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનનો પારો ફરી 1થી 2 ડિગ્રી નીચે ઉતરશે.
રાજકોટમાં આજે સવારે ભેજનું પ્રમાણ 89, સુરતમાં 91, આેખામાં 93, દીવમાં 90, ભાવનગરમાં 71, પોરબંદરમાં 79, વેરાવળમાં 87, દ્વારકામાં 81, ભુજમાં 89, નલિયા-સુરેન્દ્રનગરમાં 85, કંડલામાં 89, અમરેલીમાં 78, મહુવામાં 81 ટકા રહ્યું છે.
લઘુત્તમ તાપમાન સવારથી જ ઉંચું રહ્યું છે. રાજકોટમાં 17.8, ભુજમાં 19.2, નલિયામાં 18.2, સુરેન્દ્રનગરમાં 18, અમરેલીમાં 16.2 ડિગ્રી નાેંધાયું છે. મહત્તમ તાપમાનનો પારો જોરદાર ઉંચકાયો છે અને 37.5 ડિગ્રી સાથે અમરેલી સમગ્ર રાજ્યમાં હોટ સિટી બની ગયું છે. રાજકોટમાં 36.1, નલિયામાં 28.4, ભુજમાં 32.4, સુરેન્દ્રનગરમાં 36.3, મહુવામાં 34.8, ભાવનગરમાં 35.6 ડિગ્રી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન પ્રમાણમાં નીચું રહ્યું છે. પવનની ગતિમાં પણ આજે વધારો થયો છે અને સરેરાશ 8થી 18 કિલોમીટર વચ્ચે રહેવા પામી છે.

Comments

comments

VOTING POLL