સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંજથી સવારે ઠંડક, બપોરે ગરમી

January 18, 2019 at 3:46 pm


શિયાળાની સીઝન તેના અંતિમ ચરણમાં પહાેંચી છે અને છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યાે છે. ગુજરાતના 13 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર કરી ગયો છે અને સૌથી ઉંચું મહત્તમ તાપમાન અમરેલીમાં 33.5 ડિગ્રી નાેંધાયું છે.
મોડીસાંજથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાં જ ગરમી શરૂ થઈ જાય છે. આજે એક માત્ર ગાંધીનગરને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન ડબલ ડિજિટમાં રહ્યું છે. ગાંધીનગરમાં આજનું લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી નાેંધાયું છે. જ્યારે રાજકોટમાં 14.7, ભુજમાં 14.2, નલિયામાં 12.3, સુરેન્દ્રનગરમાં 14.5, અમરેલીમાં 11.8, મહુવામાં 13.2 ડિગ્રી નાેંધાયું છે. ગિરનાર પર્વત ઉપર આજનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નાેંધાયું છે. જૂનાગઢ શહેરમાં 12 અને ભવનાથ તળેટીમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.

Comments

comments

VOTING POLL