સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં હીટવેવ: રેડ એલર્ટ જાહેર

April 25, 2019 at 10:26 am


અમદાવાદ, ગાંધીનગર, ડિસા, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી વચ્ચે પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન અમરેલીમાં 43.2 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારથી કાળઝાળ ગરમી શ થઈ ગઈ છે અને હવામાન ખાતાએ હીટવેવ એલર્ટ આપ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલથી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજથી ગરમીનો પારો 1થી 2 ડિગ્રી વચ્ચે અને 45 ડિગ્રી વચ્ચે આસપાસ પહોંચશે. પાંચ દિવસ માટે હીટવેવની આગાહી છે અને ગરમી નવા વિક્રમ સર્જશે તેમ જણાઈ રહ્યું છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા જિલ્લામાં ગરમીનું જોર વધુ રહેશે અને તેથી લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા અને ગોગલ્સ, ટોપીનો ઉપયોગ કરવા અને મો આડું કપડું બાંધીને બહાર નીકળવા સલાહ આપવામાં આવી છે.

આજે સવારે રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉંચું રહ્યું હતું. રાજકોટમાં 70, પોરબંદરમાં 77, વેરાવળમાં 82, દ્વારકામાં 86, ઓખામાં 81, ભુજમાં 80, સુરેન્દ્રનગરમાં 57, નલિયામાં 80, કંડલામાં 73, અમરેલીમાં 70 ટકા ભેજ સવારે નોંધાયો છે. આ ઉપરાંત સવારે રાજકોટમાં 16, પોરબંદરમાં 20, દ્વારકામાં 14, ઓખામાં 16, નલિયામાં 18 અને અમરેલીમાં 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે સવારે લોકોમાં ગરમીમાં રાહત થઈ હતી પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધતાં લૂ ફૂંકાઈ હતી અને લોકો હેરાન-પરેશાન થયા હતા.

Comments

comments

VOTING POLL